હવે રિએક્શન માટે આવી WWE સુપરસ્ટાર્સની પણ Emojis, અહીંથી કરો ડાઉનલૉડ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગેજેટ ડેસ્કઃ યૂઝર્સ સોશ્યલ મીડિયા કોઇ વસ્તુ કે ઘટના માટે અલગ અલગ રિએક્શન આપવા જુદીજુદી ઇમોજીસનો યૂઝ કરે છે, વૉટ્સએપથી લઇ ફેસબુક જેવી સોશ્યલ મીડિયા એપમાં કંપનીએ મહિલાઓથી લઇ જુદી જુદી ઇવેન્ટ અને રિએક્શન માટે અલગ અલગ ઇમોજીસ ઇન્ટ્રોડ્યૂસ કરી છે. પણ જો તમે WWEના શોખીન હોય તો અહીં અમે તમને એક એવી એપ્સ વિશે માહિતી આપીએ છીએ જેની મદદથી તમે WWEના સુપરસ્ટાર્સની ઇમોજી જુદાજુદા રિએક્શન સાથે યૂઝ કરી શકો છો.
* WWEmoji એપ
WWE એન્ટરટેઇન્ટમેન્ટ માટે Moji (AppMoji, Inc.) નામની કંપનીએ તાજેતરમાં જ એક ઇમોજી એપ્સ લૉન્ચ કરી છે, જેનું નામ WWEmoji એપ છે. આ એપમાં જુદાજુદા WWE સુપરસ્ટાર્સની ઇમોજી વિવિધ રિએક્શન સાથે આપવામાં આવી છે. વૉટ્સએપ અને ફેસબુક જેવી એપ્સમાં આ એપની મદદથી તમે રિએક્શન્સ આપી શકશો.
* કઇ કઇ ઇમોજી છે એપમાં
મોજી કંપનીના ફાઇન્ડર અને CEO ઓલિવર કેમિલોનું કહેવુ છે કે, લોકોને WWE પ્રોગ્રામમાં ભારે ઇન્ટરેસ્ટ છે, જેથી આમાં Monday Night Raw, SmackDown Live અને NXT બેઝના બેસ્ટ સુપરસ્ટાર્સની ઇમોજી સેટ કરેલી છે, માચો મેન, રેન્ડી ઓર્ટન, જોન સીનાથી લઇ સ્ટોન કોલ્ડ સ્ટીવ ઓસ્ટીન અને દિવા ચેમ્પિયન્સ સામેલ છે.
આગળની સ્લાઇડ્સમાં જુઓ WWEmoji એપની બેસ્ટ 10 emojis...
- WWEmoji એપને એન્ડ્રોઇડ અને iOS યૂઝર્સ માટે ડાઉનલૉડીંગ ચાર્જ 1.99 ડૉલર રાખવામાં આવ્યો છે.
અન્ય સમાચારો પણ છે...