ઓનલાઇન શોપિંગ કોમ્પ્યુટર કે સ્માર્ટફોનની જગ્યાએ વર્ચ્યુઅલ સ્ટોર શરૂ કરાયા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દિલ્હી સ્થિત ફેશન અને લાઇફસ્ટાઇલ રિટેઇલર Yebhi.com એ દિલ્હી અને બેંગ્લોરમાં આવેલા કાફે કોફી ડેમાં 30 વર્ચ્યુઅલ સ્ટોર શરૂ કર્યા છે. આ બધા વર્ચ્યુઅલ સ્ટોર ખાતેથી ગ્રાહકો વર્ચ્ચુઅલ સ્ટોર પરથી પ્રોડક્ટો ખરીદી શકે છે.

આ વર્ચ્યુઅલ સ્ટોર પર Yebhiનાં પોર્ટલ પરની પ્રોડક્ટોનાં ફોટોગ્રાફ છે, જેનો દરેકનો QR કે NFC કોડ છે. ગ્રાહકો તેમનાં સ્માર્ટફોન પર QR કોડને સ્કેન કરીને કે NFC કોડ પર ટેપ કરીને કોઇ પણ પ્રોડક્ટને પસંદ કરી શકે છે, આ પ્રોડક્ટો ત્યારબાદ વેબસાઇટ પર જતી રહેશે અને ખરીદી પૂરી થશે.

આ વર્ષની શરૂઆતમાં ઓનલાઇન અને ટીવી શોપિંગ નેટવર્ક HomeShop18એ નવી દિલ્હીનાં ઇંદિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટનાં ટર્મિનલ 3 ખાતે વર્ચ્યુઅલ શોપિંગ વોલ લોન્ચ કરી હતી. આમાં પણ ખરીદનારાઓ QR કોડ સ્કેન કરીને HomeShop18 પોર્ટલ પર જઇ શકે છે કે સ્ટોર પર કોલ કરી શકે છે.