બ્લેકમાં વેચાઇ રહ્યો છે Xiaomi mi3, શું કહે છે આંકડા?

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફોટો - Xiaomi mi3)
ગેજેટ ડેસ્ક : ચીની એપલના નામથી લોકપ્રિય સ્માર્ટફોન કંપની Xiaomiનો mi3 ફોન ભારતીય માર્કેટમાં ચર્ચાનો વિષય બન્યો છે. ફ્લિપકાર્ટ ની એક્સક્લુઝિવ સ્ટ્રેટેજીના કારણે યુઝર્સને ફોન ખરીદવામાં તકલીફ થઇ રહી છે. જો એવું હોય તો તમે વધારે કિંમત ચૂકવીને ઇ-બે કે અન્ય સ્ટોર પરથી Xiaomi mi3ને બ્લેકમાં ખરીદીને તેના વેચાણમાં વધારો કરી શકો છો.
વધેલી કિંમતોમાં વેચાઇ રહ્યો છે ફોન
Xiaomi mi3 સ્માર્ટફોન ઇ-બે પર રૂ.17499થી લઇને 22000 રૂ. સુધીમાં મળી રહે છે. વેબસાઇટ સીલ્ક પૈક મેન્યુફેક્ચર વોરંટી આપી રહી છે. આ સિવાય ફોન OLX અને અન્ય અનેક રીટેલર્સ પાસે પણ મળી રહે છે. રિટેલર્સ ફોનની સર્વિસના ચાર્જના રૂપે આ રૂપિયા લઇને તેની વસૂલી કરે છે. ધ્યાનમાં રાખવાની વાત છે કે Xiaomiના આ સ્માર્ટફોનનું વેચાણ હાલમાં સ્લોટમાં થઇ રહ્યું છે. દરેક વખતે કંપની પોતાનો સ્ટોક સેકંડોમાં પૂરો કરી દેતી હોય છે. કંપની ફ્લિપકાર્ટ પર ફ્લેશ સેલથી મોબાઇલ વેચે છે.
ફ્લિપકાર્ટની એક્સક્લુઝિવ સ્ટ્રેટેજીના કારણે આ ફોન ફક્ત અને ફક્ત ફ્લિપકાર્ટ પર જ ખરીદી શકાય છે, પરંતુ અન્ય રીટેલર્સની પાસે તેનું હોવું એ વાતનો ઇશારો કરે છે કે એમઆઇ3 બ્લેકમાં માર્કેટમાં આવી ચૂક્યો છે. શક્ય છે કે તેને ઇ-રિટેલર્સ ફ્લિપકાર્ટથી ફોન ખરીદીને તેને રીસેલ કરી રહ્યા હોય.
ઓછી કિંમતમાં આ ચીની સ્માર્ટફોન ગેલેક્સી અને એક્સપીરિયા હાઇ રેન્જ જેવા ફીચર્સ આપે છે. કદાચ આ જ કારણ છે કે ફોન ભારતીય માર્કેટમાં વધારે લોકપ્રિય થઇ રહ્યો છે. Xiaomiના ફીચર્સમાં 13 એમપી રિઅર કેમેરા અને ફૂલ એચડી 5 ઇંચની સ્ક્રીન ડિસપ્લે સ્ક્રીન પણ આપવામાં આવી છે.
આગળની સ્લાઇડમાં જાણો તેના ખાસ ફેક્ટ્સ