• Gujarati News
  • World's Most Expensive Video Game Destiny Launch Today

સૌથી મોંઘી ગેમનું આજે લોંચિંગ : ૩૦૦૦ કરોડનો ખર્ચ, ૭૦૦ વર્ષ આગળની દુનિયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફોટોઃ ગેમને લગતું એક દ્રશ્ય
નવી દિલ્હીઃ દુનિયાનું સૌથી મોંઘી માનવામાં આવી રહેલી વીડિયો ગેમ ડેસ્ટીની આજે લોન્ચ કરી દેવામાં આવી છે. ગેમને તૈયાર કરનાર કંપનીનો દાવો છે કે આ ગેમને બનાવવામાં લગભગ ૩ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. કંપનીને આશા છે કે પહેલા દિવસે લગભગ ૧ કરોડ યૂઝર ઓનલાઈન આ ગેમની ખરીદી કરશે. આ ગેમને લઈને લોકોમાં ઉત્સુક્તા એ વાત પરથી સાબિત થાય છે કે જુલાઈમાં ડેમો વર્ઝન લોન્ચ થવા સમયે ૪૬ લાખ લોકોએ તેને રમી હતી. વિશેષજ્ઞોનું માનવું છે કે ડેસ્ટિની ગેમિંગની દુનિયાની સિકલ બદલી નાખશે. ૨૦૧૪માં ગેમની ૮૦ લાખથી દોઢ કરોડ કોપી વેચાવાની અપેક્ષા છે.
ગેમમાં નવીનતા શું છે?
ગેમને બંજીએ ડેવલપ કરી છે. ગેમમાં ૭૦૦ વર્ષ આગળની સાયન્સ ફિકશનવાળી દુનિયા દેખાડવામાં આવી છે. ગેમમાં પ્લેયર્સ સ્પેસમાં મંગળ, બુધ અને ચંદ્ર સુધીની સફર કરે છે. પ્લેયર્સનું ટાર્ગેટ એલિયન્સના સોલર સિસ્ટમને બચાવવું. આ ગેમને માત્ર ઓનલાઈન જ રમી શકાય છે. દુનિયાભરના પ્લેયર્સ ઓનલાઈન થઈ એકબીજા વાતચીત કરી શકશે. ગેમના ડેવલપર આની વાર્તાને ૧૦ વર્ષ સુધી ચલાવવાની યોજના કરી રહ્યા છે. શક્ય છે કે દર વર્ષે આ ગેમની નવી સીડી બહાર પાડવામાં આવે જેમાં પાછળવાળી ગેમથી આગળની વાર્તા હોય. ગેમનું સાઉન્ડ ટ્રેક અને થીમ સોન્ગ પોલ મૈકાર્ટનીએ તૈયાર કર્યું છે. ગેમ પીએસ૩, પીએસ૪, એક્સબોક્સ ૩૬૦ તથા એક્સબોક્સ વન પ્લેટફોર્મને ધ્યાનમાં રાખી લોન્ચ કરવામાં આવી છે.
આગળ જુઓઃ ગેમનો વિડીયો અને તેને લગતા ફોટોગ્રાફ્સ