iPhone 7 સિરિઝને જંગી પ્રતિસાદ; iPhone 6માં રૂ. 22 હજાર સુધીનો ઘટાડો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગેજેટ ડેસ્ક : iPhone 7 તથા iPhone 7 Plusને એપલ લવર્સ તરફથી જંગી પ્રતિસાદ મળ્યો છે. જેના પગલે ફેસ્ટિવલ સિઝન અગાઉ એપલ માટે ક્રેઝી લોકો માટે સારા સમાચાર આવ્યા છે. હેન્ડસેટ જાયન્ટે તેના iPhone 6 S તથા iPhone 6 S Plusમાં રૂ. બાવીસ હજાર સુધીનો ઘટાડો કર્યો છે. આ અંગે કંપની દ્વારા ઔપચારિક જાહેરાત કરવાની બાકી છે. 
 
તહેવારો અગાઉ iPhone 6 S સિરિઝના ભાવો ઘટ્યા 
 
- લગભગ એકાદ અઠવાડિયા પહેલા iPhone 7 સિરિઝ લોન્ચ કર્યા બાદ હવે કંપનીએ તેના અગાઉના મોડલ iPhone 6 સિરિઝના ભાવોમાં જંગી ઘટાડો કર્યો છે. 
- સામાન્ય રીતે એપલે અમેરિકાના બજારો માટે 100 ડોલર જેટલો ઘટાડો કર્યો છે. પરંતુ ભારતના બજાર માટે જંગી ઘટાડો કર્યો છે. 
- રૂ. 82 હજારના iPhone 6 S (128 GB)ના ભાવોમાં રૂ. 22 હજાર જેટલો જંગી ઘટાડો કર્યો છે. 
- આવી જ રીતે રૂ. 92 હજારમાં મળતો iPhone 6 S Plus (128 GB) હવે રૂ. 70 હજારમાં મળશે. 
- ચાલુ વર્ષે લોન્ચ થયેલા એપલના 4 ઇંચ ડિસ્પ્લેવાળા સ્માર્ટફોન આઇ ફોન SE ની કિંમત પણ ઘટી ગઇ છે. તેના 64જીબી વર્ઝનની કિંમત 49 હજાર રૂપિયાથી ઘટીને 44 હજાર રૂપિયા કરી છે.
- જોકે અન્ય વેરિએન્ટ્સના ભાવોમાં થયેલા ઘટાડા અંગે કંપનીએ ખુલાસો નથી કર્યો. 

બંને ફોન્સના કોમન ફિચર 

- 3D ટચ
- 2GB RAM
- 12 મેગા પિક્સલનો iSight કૅમેરા
- 5 મેગા પિક્સલનો ફ્રન્ટ/સેલ્ફી કૅમેરા
- 4K વીડિયો શૂટિંગ 

સૌથી વધુ વેચાતો સ્માર્ટફોન iPhone 6S

- એપલના આઇફોન 6s ગત વર્ષે દુનિયાનો સૌથી વધુ વેચાતો સ્માર્ટફોન હતો. 
- માર્કેટ રિસર્ચ કંપની એનાલિટિક્સે સપ્ટેમ્બર 2015ના રિપોર્ટમાં કહ્યું હતું કે લગભગ દોઢ કરોડ હેન્ડસેટ્સ વેંચાયા છે. 
 
iPhone 7 સિરિઝના શરૂઆતના ફોનનો શરૂઆતનો સ્ટોક વેચાઈ ગયો. કંપનીનું શું કહેવું છે, વાચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો. 
અન્ય સમાચારો પણ છે...