ફાસ્ટ બ્રાઉઝિંગની ફોર્થ જનરેશન એટલે 4જી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
4જીને ફોર્થ જનરેશન કે પછી એલટીઇ (લોન્ગ ટર્મ ઇવોલ્યૂશન) પણ કહેવામાં આવે છે. તે 2જી અને 3જી કરતાં 100 ગણી વધારે એમબીપીએસની બ્રાઉઝિંગ સ્પીડ આપે છે. 4જીની મદદથી યુઝર એક હાઇ ડેફિનેશન ફિલ્મને ત્રણથી પાંચ મિનિટમાં ડાઉનલોડ કરી શકે છે. જ્યારે 3જીની સ્પીડ વધારેમાં વધારે 10એમબીપીએસની હોય છે. એટલે કે તમારે પાંચ મિનિટના કામના 30 મિનિટ ખર્ચ કરવા પડે છે.
એલટીઇના બે વર્ઝન છે. એક ટીડી (ટાઇમ ડિવિઝન) એલટીઇ અને બીજું એફડી (ફ્રીકવન્સી ડિવિઝન) એલટીઇ. હાલમાં ભારતમાં સૌથી વધારે પ્રમાણમાં ટીડી એલટીઇ ચાલી રહ્યું છે. અલગ અલગ દેશોમાં તે અલગ ફ્રીકવન્સી આપે છે. ભારતમાં તેની ફ્રીકવન્સી 1800-2300 મેગાહટર્ઝની છે.
જીપીઆરએસ, એઝ, 3જી અને 4જી વચ્ચેના અંતરને સમજવા ક્લીક કરો આગળની સ્લાઇડ