તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવે યુટ્યૂબની જેમ કામ કરશે તમારું WhatsApp, બીટામાં આવ્યું આ ફિચર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગેજેટ ડેસ્કઃ વીડિયો કૉલિંગ બાદ હવે WhatsApp એક નવા ફિચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે, જે વીડિયો સ્ટ્રીમિંગને લગતું ફિચર છે, એટલે કે વૉટ્સએપ પર કોઇએ મોકલેલા વીડિયોને ડાઉનલૉડ કરતી વખતે જ તેને સ્ટ્રીમ કરીને જોઇ શકશો. અત્યાર સુધી કોઇએ સેન્ડ કરેલો વીડિયો જ્યાં સુધી પુરેપુરો ડાઉનલૉડ ના થાય ત્યાં સુધી ન હોતો જોઇ શકાતો. પણ નવા ફિચરના આવ્યા પછી તે આસાનીથી જોઇ શકાશે. આ ફિચર અત્યારે બીટા વર્ઝનમાં આપવામાં આવ્યું છે.
* આ રીતે તમારો ડેટા પણ બચશે

આ ફિચર આવ્યા પછી જેટલો વીડિયો તમારો ફોનમાં ડાઉનલૉડ થઇ ગયો હશે તે પ્લે થઇ શકશે. આ રીતે તમે જોઇ શકશો કે સામેવાળાએ શું સેન્ડ કર્યુ છે, જો તમને તે કન્ટેન્ટ પસંદ ના આવે તો ત્યાંથી જ ડાઉનલૉડીંગ કેન્સલ શકશો. આ રીતે તમારો ડેટા પણ બચશે.
આગળની સ્લાઇડ્સમાં જાણો કેવી રીતે કામ કરશે આ ફિચર...
અન્ય સમાચારો પણ છે...