WhatsAppએ એકસાથે આપ્યા Good અને Bad ન્યૂઝ, iPhone પર થશે બંધ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગેજેટ ડેસ્કઃ વૉટ્સએપે ફરી એકવાર યૂઝર્સ માટે બે પ્રકારના ન્યૂઝ આપ્યા છે. આમાં એવા વૉટ્સએપ યૂઝર્સ માટે ગુડ ન્યૂઝ છે જેઓના ફોન પર વૉટ્સએપ બંધ થવાનું હતું, કંપનીએ ગયા વર્ષ જ આ વાતની જાહેરાત કરી દીધી હતી કે તે પોતાની સર્વિસ 31 ડિસેમ્બર પછી કેટલાક હેન્ડસેટ્સ પર બંધ કરી દેશે. પણ કંપનીએ હવે એવુ નથી કર્યું, કંપનીએ જાહેરાત કરી છે કે તે એવા હેન્ડસેટ્સમાં WhatsApp હવે 30 જૂન પછી બંધ કરશે. 
 
* બંધ થવાવાળા હેન્ડસેટ્સમાં iPhone મૉડલ પણ સામલે... 
વૉટ્સએપે પહેલા જ પોતાના બ્લૉગ (blog.whatsapp.com) પર લખ્યું હતું કે અમે કન્ટીન્યૂ એપને એપડેટ કરી રહ્યાં છીએ. સાથે તેમાં કેટલાક નવા ફિચર્સ પણ એડ કરીએ છીએ. નવા ફિચર્સ જુના વર્ઝનના સ્માર્ટફોનમાં કામ નહીં કરે, એટલા માટે અમે એવા સ્માર્ટફોન જેના પર વૉટ્સએપનું નવુ વર્ઝન કામ નથી કરતું, તેના પર સર્વિસ બંધ કરવા જઇ રહ્યાં છીએ. આ બધા પર 31 ડિસેમ્બર પછી કોઇપણ પ્રકારની સર્વિસ નહીં આપવામાં આવે. 
 
* આ ઓપરેટિંગ સિસ્ટમ અને મૉડલ્સ પર થશે બંધ...
વૉટ્સએપ જે ઓપરેટિંગ સિસ્ટમ પર બંધ કરવામાં આવશે, તેમાં Symbian, Windows 7.1, BlackBerry, Android 2.1 ઓપરેટિંગ સિસ્ટમ સામેલ છે. સાથે સાથે એપલની iOS 6 પર પણ આ સર્વિસ બંધ કરી દેવામાં આવશે. એટલે એવા યૂઝર્સ જેના સ્માર્ટફોનમાં આમાં કોઇ ઓપરેટિંગ સિસ્ટમ હોય, તે 31 ડિસેમ્બર, 2016 પછી વૉટ્સએપ નહીં ચલાવી શકે. 
 
આગળની સ્લાઇડ્સમાં જાણો 30 જૂન પછી કયા હેન્ડસેટ્સ પર બંધ થઇ જશે વૉટ્સએપ...
અન્ય સમાચારો પણ છે...