Vodafone એ લૉન્ચ કર્યો Jio જેવો ફ્રી કૉલિંગ અને ડેટા પ્લાન, મુકી આ શરત

divyabhaskar.com

Nov 24, 2017, 04:08 PM IST
Vodafone Offer: 1GB Data and Unlimited Calls At Rs 199
Vodafone Offer: 1GB Data and Unlimited Calls At Rs 199
ગેજેટ ડેસ્કઃ સપ્ટેમ્બર 2016માં જિઓના આવ્યા બાદ દરરોજ કોઇને કોઇ ટેલિકૉમ કંપની જિઓને ટક્કર આપવા માટે પ્લાન લૉન્ચ કરી રહી છે. આ કડીમાં હવે વૉડાફોને પ્રીપેડ કસ્ટમર્સ માટે નવો પ્લાન લૉન્ચ કરી દીધો છે. આ પ્લાનમાં વૉડાફોન 199 રૂપિયામાં 1GB ડેટા અને અનલિમિટેડ કૉલિંગ આપી રહ્યું છે.
આ છે શરત...
કંપનીએ એક શરત મુકી છે. આ ડેટા 28 દિવસ માટે રહેશે, એટલે કે યૂઝરે 1GB ડેટા 28 દિવસ સુધી યૂઝ કરવો પડશે. આમાં કોઇ ડેલી લિમીટ નથી રાખવામાં આવી. કૉલિંગ માટે પણ શરત છે, જેમાં યૂઝર્સ દરરોજ 250 મિનિટ વાત કરી શકે છે. આ કૉલિંગ લૉકલ, STDની સાથે કોઇપણ નેટવર્ક પર થઇ શકે છે. આની સાથે જ 1000 મિનિટની વીકલી લિમિટ પણ છે. આનાથી વધારે વાત કરવા પર યૂઝર્સને 30 પૈસા પ્રતિ મિનિટ કૉલના દરે ચાર્જ આપવો પડશે.
જિઓથી મોંઘો...
આ પ્લાન જિઓના પ્લાનથી મોંઘો છે, જિઓ 149 રૂપિયાના પ્લાનમાં 4.2GB ડેટા આપી રહ્યું છે. આમાં યૂઝર 0.15GB ડેટા રોજ યૂઝ કરી શકે છે. આની વેલિડિટી 28 દિવસની છે. સાથે 300 મેસેજ અને ફ્રી કૉલિંગ પણ મળે છે.
વૉડાફોને તાજેતરમાંજ 349 રૂપિયાનો પ્લાન પણ લૉન્ચ કર્યો છે, જેમાં 1.5GB ડેટા ડેલી આપવામાં આવી રહ્યો છે. આની સાથે લૉકલ અને STD કૉલિંગ પણ ફ્રી છે. 28 દિવસની વેલિડિટીનો આ પ્લાન પ્રીપેડ યૂઝર્સ માટે છે. આવો જ પ્લાન એરટેલે પણ લૉન્ચ કર્યો છે.
આગળની સ્લાઇડ્સમાં જાણો વૉડાફોન યૂઝર્સને આપી રહી આ સુવિધા...
X
Vodafone Offer: 1GB Data and Unlimited Calls At Rs 199
Vodafone Offer: 1GB Data and Unlimited Calls At Rs 199
COMMENT

Next Stories

    કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

    • પાર્ટી
    • 2019
    • 2014
    336
    60
    147
    • Total
    • 0/543
    • 543
    કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

    ભાગ લેવા બદલ ધન્યવાદ

    Total count should be

    543
    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી