યુઝર રિવ્યૂ - જાણો ગૂગલ ગ્લાસના ફાયદા અને ખામીઓ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલમાં જ બીબીસી હિન્દીની વેબસાઇટ પર ટેકનોલોજી સંવાદદાતા રોરી સેલેન જોન્સ દ્વારા તેમનો પોતાનો ગૂગલ ગ્લાસ માટેનો અનુભવ પ્રકાશિત કરવામાં આવ્યો છે. તેઓ જણાવે છે કે તેઓ છેલ્લા છ અઠવાડિયાથી ઘરની અંદર અને બહારના દરેક કામ સમયે ગૂગલ ગ્લાસનો ઉપયોગ કરતા રહ્યા છે. જ્યારે તેઓ બહાર જાય છે ત્યારે લોકોની ઉત્સુકતા જોઇને પણ તેમના પ્રશ્નોને સોલ્વ કરવાની કોશિશ કરતા રહ્યા છે. હવે તેઓ આટલા સમય તેનો ઉપયોગ કરીને ગૂગલ ગ્લાસ માટેનો પોતાનો રિવ્યૂ આપી રહ્યા છે.
રોરી સેલેન જોન્સ જણાવે છે કે વર્તમાન સ્વરૂપ અને સોફ્ટવેરની સાથે ગૂગલ ગ્લાસનું રિઝલ્ટ નિરાશાજનક છે. તે આર્કષક લોન્ચ છે પરંતુ તેના રીઝલ્ટની વાત કરવામાં આવે તો તે અસફળ રહ્યો છે.
ગૂગલ ગ્લાસમાં કોઇ વધારે ફંક્શન આપવામાં આવ્યા નથી. ફોન કાઢ્યા વિના મેસેજની રિંગટોન સાભળીને ઇમેલ જોઇ શકાય છે અને ટ્વિટ પણ કરી શકાય છે. મેનુમાં એક સાધારણ ડિજિટલ ઘડિયાળ તમને ઝડપથી કશે પહોંચાડવામાં મદદ કરી શકે છે. ગૂગલ ગ્લાસની ખાસિયતની વાત કરવામાં આવે તો તેમાં આંખ મારવાથી પણ ફોટો પાડી શકાય છે. આ એપ કોઇ રેસિપિ વાંચી આપવામાં અને અનુવાદ કરી આપવાનું કામ પણ કરી આપે છે. કેટલાક લોકો માટે આ ટૂલ જટિલ સાબિત થઇ શકે છે.એક વર્ષના સમયમાં કંપનીએ ગ્લાસવેર સ્ટોરમાં ફકત 60 એપ આપ્યા છે, તે એક ચિંતાજનક વિષય ગણી શકાય છે.
કંપનીએ હાલ સુધી તેમાં કોઇ ખાસ એપ આપ્યા નથી અને જે એપ આપેલા છે તેમાં કોઇ ખાસ અપડેટ્સ આપ્યા નથી. રોરી માને છે કે તેને ડેઇલી વેરમાં પહેરવા અને યુઝ કરવા યોગ્ય બનાવવામાં ઘણો સમય લાગી શકે તેમ છે.
આવો જાણીએ આગળની સ્લાઇડમાં કે કેવા દેખાય છે આ ગૂગલ ગ્લાસ
(માહિતિ સૌજન્ય - બીબીસી હિન્દીમાંથી સાભાર )