આ રીતે જાણો કોણ-કોણ કરી રહ્યું છે તમારી Facebok પ્રૉફાઇલ Check

Facebook Flat એક્સટેન્શનની તમારી પ્રૉફાઇલ તમારા કયા-કયા ફ્રેન્ડે જોઇ છે તે જાણી શકો છો, કેટલીવાર વિઝીટ કરી તે જાણી શકાતું નથી

divyabhaskar.com | Updated - Dec 07, 2016, 03:38 PM
5 Steps: Know who Views or see your Facebook Profile
ગેજેટ ડેસ્કઃ અત્યારે દુનિયાભરમાં ફેસબુક યૂઝર્સની સંખ્યા વધી રહી છે, યૂઝર્સનું ફ્રેન્ડલિસ્ટ પણ મોટું થઇ રહ્યું છે. આવા સમયે યૂઝર્સને પ્રશ્ન થાય કે કોઇ ચોરીછુપીથી આપણી પ્રૉફાઇલની વિઝીટ તો નથી કરી રહ્યું ને. આમ તો કોણે કોણે આપણી પ્રોફાઇલની વિઝીટ કરી તે જાણવું અઘરું છે, પણ આ કામ તમે એક એક્સટેન્શનની મદદથી આસાનીથી કરી શકો છો.
- ફેસબુક ફ્લેટ (Facebook Flat) નામના એક્સટેન્શનની મદદથી તમે જાણી શકો છો કે કયા-કયા ફ્રેન્ડ્સ તમારી પ્રોફાઇલની વિઝીટ કરી છે.
* શું છે ખાસ
- ફેસબુકને મળશે નવો લૂક
- આ એક્સટેન્શનમાં છે Adblock
- પ્રોફાઇલને કોણ સૌથી વધારે જુએ છે તેની માહિતી આપે છે, જોકે કોણે કેટલીવાર પ્રોફાઇલ વિઝીટ કરી તેની માહિતી નથી આપવામાં આવતી.

* ડિટેલ્સ
આ ક્રોમ એક્સટેન્શનના અત્યાર સુધી કુલ 524,336 યૂઝર્સ છે, આને 20,612 લોકો ક્રોમ સ્ટૉર પર રેટિંગ આપી ચૂક્યા છે.
આગળની સ્લાઇડ્સમાં જુઓ કેવી રીતે જાણશો કોણે ચેક કરી તમારી ફેસબુક પ્રોફાઇલ...

5 Steps: Know who Views or see your Facebook Profile
સ્ટેપ નંબર-1 
 
સૌથી પહેલા આ એક્સટેન્શનને ડાઉનલૉડ કરવું પડશે. આ માટે ક્રોમ સ્ટૉર પર જઇને Facebook Flat ટાઇપ કરો અને એક્સટેન્શન સર્ચ કરો. ત્યારપછી "Add to chrome" ઓપ્શન પર ક્લિક કરો. એકવાર ક્રોમ સાથે જોડાઇ ગયા પછી આ "Added to Chrome" મેસેજ દેખાડશે. 
 
5 Steps: Know who Views or see your Facebook Profile
સ્ટેપ નંબર-2 
 
ક્રોમ બ્રાઉઝરમાં આ એક્સટેન્શન એડ કર્યા પછી પોતાની પ્રોફાઇલ પર જાઓ, એકવાર રિફ્રેશ કર્યા પછી આ નવા લૂકમાં દેખાશે. અહીં લેફ્ટ પેનલના બધા જ આઇકૉન્સ એક પેકેજમાં બદલાઇ જશે, જેમ કે કિડ્સ માટે એક અલગ પેનલ, એપ્સ માટે અલગ પેનલ તથા તમારુ હોમ પેજ ખુબ મોટુ દેખાવા લાગશે.
 
5 Steps: Know who Views or see your Facebook Profile
સ્ટેપ નંબર-3 
 
અહીં લેફ્ટ સાઇડ એરિયામાં એક દુરબીનનું આઇકૉન દેખાશે. આ આઇકૉન પર ક્લિક કરવાથી તમને ખબર પડશે કે તમારા કયા ફ્રેન્ડ્સે તમારી પ્રોફાઇલ વિઝીટ કરી છે, જોકે, આ એક્સટેન્શન એ નહીં બતાવે કે કોણે કેટલીવાર વિઝીટ કરી છે.
 
5 Steps: Know who Views or see your Facebook Profile
* Facebook Flat એક્સટેન્શનની ખાસિયત

- આ ક્રોમ એક્સટેન્શન માત્ર તમારી પ્રોફાઇલ કયા ફ્રેન્ડે વિઝીટ કરી છે તે જ બતાવશે.
- આને ગમે ત્યારે ઓન કે ઓફ કરી શકાય છે, આ ઓપ્શન ટૉપ લેફ્ટ કૉર્નર પર હોય છે. 
- આ એક્સટેન્શન લાઇટ હોય તો સ્લૉ કનેક્શનમાં પણ આ આસાનીથી ચાલી શકે છે. 
- આ એક્સટેન્શનમાં 44 ભાષાઓ સપોર્ટ કરે છે. 
 
X
5 Steps: Know who Views or see your Facebook Profile
5 Steps: Know who Views or see your Facebook Profile
5 Steps: Know who Views or see your Facebook Profile
5 Steps: Know who Views or see your Facebook Profile
5 Steps: Know who Views or see your Facebook Profile
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App