શું ઇલેક્ટ્રિક કારનો જમાનો આવશે?

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇંધણની વધતી કિંમતોના દોરમાં બેટરી સંચાલિત કારો પર લોકોની નજર રહે છે. પરંતુ સામાન્ય કારથી વધુ કિંમત અને ચાર્જિંગની મુશ્કેલીઓના કારણે આ કારોનું બજાર અપેક્ષિત રફ્તાર નથી પકડી શકતું.

હજી હમણા ડેટ્રોઇટ, અમેરિકામાં ઓટોમોટિવ ન્યૂઝ વર્લ્ડ કોંગ્રેસમાં જનરલ મોટર્સ ઉત્તર અમેરિકાના પ્રમુખ માર્ક ર્યૂઝને એલાન કર્યું કે ઇલેક્ટ્રિક કારનો જમાનો પૂરો નથી થયો. તેમની વાત સાચી છે. કાર નિર્માતા કંપનીઓ હવે બેટરીથી ચાલનારી વધુ વાહનો બજારમાં રજૂ કરતી થઇ છે. ફિયાટ, કેડલિક, ફોર્ડ અને હોન્ડા આ વર્ષે નવા ઇલેક્ટ્રિક મોડેલ રજૂ કરવા જઇ રહ્યા છે. બેટરીથી ચાલનારી બે કારનું બજાર વધ્યું છે. ૨૦૧૨માં જીએમની ચેવી વોલ્ટનું વેચાણ ભૂતકાળના વર્ષની તુલનામાં ત્રણ ગણું વધ્યું છે. નિસાનની લીફ કારનું વેચાણ દોઢ ટકા વધ્યું છે.

વેચાણ વધી રહ્યું છે, છતાં લીફ અને વોલ્ટ પોતાના લક્ષ્ય કરતાં પાછળ છે. અમેરિકામાં ઇલેક્ટ્રોનિક કારોની ભાગીદારી ઓટો બજારમાં મામૂલી છે. ૨૦૧૨માં થયેલા કાર વેચાણમાં ઇલેક્ટ્રિક કાર વેચાણનું પ્રમાણ ૩.પ ટકાથી પણ ઓછું છે. ઇલેક્ટ્રિક કાર માટે સૌથી મોટો અવરોધ તેની રેન્જ છે. લીફ જેવી કારને ૮૦ માઇલ ચાલ્યા પછી રિચાર્જ કરવી પડે છે. રિચાર્જિંગમાં કલાકો લાગે છે. એડમંડ્સ ડોટ કોમમાં ગ્રીન કાર એનાલિસ્ટ જોન ઓ ડેલનું કહેવું છે કે મોટાભાગના લોકો માટે ઇલેક્ટ્રિક કાર તો બીજી કારનું સ્થાન જ લઇ શકે છે.

આ ઇલેક્ટ્રિક કારની કિંમત પણ એક મુદ્દો છે. ૩૯૧૪પ ડોલરની વોલ્ટ કારનું મૂલ્ય ગેસથી ચાલતી એવી જ કારની તુલનામાં બમણું છે. ૧૦૦૦૦ ડોલરની ટેક્સ છૂટથી પણ વધુ ફરક નથી પડતો. આ તો વોલ્ટ અને લીફ કારની માસિક હપ્તાની રકમ ઘટાડવાથી વેચાણમાં ફરક પડી શકે છે. નિસાને લીફની કિંમત ૬૪૦૦ ડોલર ઓછી કરી છે. જનરલ મોટર્સના અધિકારીઓનું કહેવું છે કે વોલ્ટનું આગામી સંસ્કરણ વીતેલા વર્ષની તુલનામાં એક હજાર ડોલર સસ્તું હશે. બેટરીની મદદથી ચાલતા મોડેલ પહેલાં કરતાં સારા છે. તેની રેન્જ વધી છે. બેટરી ચાર્જિંગનો સમય ઘટયો છે. આ વર્ષે ખબર પડશે કે ભાવિ કારનું ભાવિ શું છે.

ભવિષ્યની કાર
કેડલિક ઇએલઆર- ૬૦૨૦૦


ગેસ અને બેટરીની મદદથી દોડનારી નવી કારના પૈડાં ૨૦ ઇંચના છે. ચામડાની શાનદાર સીટ્સ અને એલઇડી લાઇટિંગ તેની વિશેષતા છે. બેટરીથી ૩પ માઇલ ચાલ્યા બાદ એન્જિન ગેસની મદદ લે છે.

હોન્ડા એર્કોડ પ્લગ ઇન
કિંમત- ૩૭૯૮૦ ડોલર


હોન્ડાની નવી સીડાન કાર બેટરીની મદદથી ૧૩ માઇલ દોડયા પછી ગેસનો ઉપયોગ કરે છે. તેની રેન્જ પ૭૪ માઇલ છે. તે આ વર્ષે વેચાવા લાગશે.

ફિયાટ પ૦૦ ઇ
કિંમત - ૩૦૦૦૦ ડોલર


તે ફીયાટનું નવું અને નાનું વર્ઝન છે. પૂરી રીતે બેટરીથી ચાલનારી કારોમાં તેની રેન્જ- ૮૭ કિલોમીટર -સૌથી વધુ છે.

ચૈવી વોલ્ટ
કિંમત -૩૯૧૪પ ડોલર


ગેસ અને વીજળીથી ચાલનારી વોલ્ટના માલિક ઓનલાઇન કહે છે કે તેમને ક્યારેક જ ગેસ ભરાવવો પડે છે. જીએમ વોલ્ટની કિંમત ઘટાડવાની યોજના ધરાવે છે.

નિસાન લીફ -કિંમત- ૨૮૮૦૦ ડોલર

નિસાનને આશા છે કે, લીફની કિંમત ૬૪૦૦ ડોલરથી ઘટાડતાં વેચાણ વધશે. કેટલાક ડિસ્કાઉન્ટ સાથે મૂલ્ય ૧૯૦૦૦ ડોલરથી પણ ઓછું થઇ જશે.