માઇક્રોસોફ્ટનો સસ્તો સેલ્ફીફોન, જાણો 6 કારણ જે તેને બનાવી શકે છે હિટ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફોટો - માઇક્રોસોફ્ટ લુમિયા 535)
ગેજેટ ડેસ્ક: માઇક્રોસોફ્ટે પોતાના સૌથી ઓછી કિંમતના સેલ્ફી સ્માર્ટફોન લુમિયા 535ને ભારતીય માર્કેટમાં લોન્ચ કરી દીધો છે. આ ફોનનું વેચાણ કંપનીના જણાવ્યા પ્રમાણે 28 નવેમ્બરથી શરૂ કરવામાં આવશે. લુમિયા 535 લોન્ચ ઇવેન્ટ દરમિયાન ભાસ્કર પ્રમાણિક માઇક્રોસોફ્ટના ચેરમેન (ભારત) હાજર રહ્યા હતા. લુમિયા 535 ભારતીય માર્કેટમાં બ્લૂ, ગ્રીન, ઓરેન્જ, વ્હાઇટ, ડાર્ક ગ્રે અને બ્લેક રંગમાં લોન્ચ કરવામા આવ્યો હતો. આ ફોનના બે વેરિઅંટ સિંગલ સિમ અને ડ્યુઅલ સિમ લાવવામાં આવી રહ્યા છે. આ ફોનને ખાસ કરીને યંગ જનરેશનને માટે લાવવામાં આવી રહ્યો છે, તે ખાસ કરીને ઓછી કિંમતમાં સેલ્ફી ફોન ખરીદનારા માટે સારો ગણી શકાય છે.
દિવ્યભાસ્કર.કોમ આપને બતાવવા જઇ રહ્યું છે એ 6 કારણોને વિશે જે આ ફોનને ભારતીય માર્કેટમાં હિટ બનાવી શકે છે.
લો બજેટ સેલ્ફી
લુમિયા સ્માર્ટફોન્સ પોતાના કેમેરાને લઇને ચર્ચામાં રહ્યા છે, એવામાં વાઇડ એન્ગલ કેમેરાની સાથે રૂ. 10000થી પણ ઓછી કિંમતમાં સારો સેલ્ફી ફોન લેવો એ એક પ્લસ પોઇન્ટ ગણી શકાય છે. કોઇપણ સ્માર્ટફોન કંપનીનો ફોન આ કિંમતમાં સેલ્ફી ફીચર આપતો નથી. રૂ. 10000થી ઓછી કિંમતમાં ભારતીય માર્કેટમાં ઘણા ઓછા સેલ્ફીફોન મળી રહ્યા છે. એવામાં માઇક્રોસોફ્ટનો આ ફોન યુઝર્સને આર્કષિત કરી શકે છે.
આગળની સ્લાઇડ પર જુઓ અન્ય કારણોને