ગેજેટ ડેસ્કઃ ઇન્ટરનેટ પર કેટલીક એવી વેબસાઇટ છે જેના કારણે નકામાં વિવાદો ઉભા થાય છે, તેમાં કેટલીક એવી પણ વેબસાઇટ્સ છે જેને વિવાદો પેદા કરવા માટે જ બનાવવામાં આવી હોય છે. તમે ઇન્ટરનેટ પર કેટલીય અજીબોગરીબ વેબસાઇટ્સ જોઇ હશે. આ સાઇટ્સને જોઇને આ આપણને એવું લાગે કે આ વેબસાઇટ્સને બનાવવાની જરૂર જ શું હશે. divyabhaskar.com તમને બતાવી રહ્યું છે દુનિયાની એવી કેટલીક વેબસાઇટ્સ વિશે જે સૌથી વધુ વિવાદોમાં રહી છે.
વેબસાઇટ નંબર- 1
Ashley Madison.com
વિવાદનું કારણઃ આ વેબસાઇટ પર પરણેલા લોકો ડેટિંગ કરવા માટે પાર્ટનર શોધતા હોય છે.
અશલી મેડિશન નામની આ વેબસાઇટ એક સમયે ખુબ ચર્ચા પેદા કરી હતી. ફિલીપાઇન્સ કેથોલિક બિશપની કોન્ફરન્સમાં આ સાઇટને અશ્લીલતા ફેલાવનારી વેબસાઇટ કહેવામાં આવી અને બેન લગાવવા માટે અભિપ્રાય પણ મંગાયો હતો. સાઇટ વિવાદોનું કારણ એટલા માટે બની છે કે આ આના માધ્યમથી પરણેલા લોકો ડેટિંગ માટે પાર્ટનર શોધે છે. એક અંગ્રેજી વેબસાઇટે તો આ વેબસાઇટને બેસ્ટ ચીટીંગ વેબસાઇટ પણ કહી હતી. આ વેબસાઇટની અસરથી અમેરિકામાં તો કેટલાય લોકો પાર્ટનરથી અલગ થઇ ગયા હતા તો કેટલાકે તલાકનો રસ્તો અપનાવ્યો હતો.
આ વેબસાઇટનો મોટો પણ એવો જ છે ‘Life is short, have an affair!’ (જિંદગી નાની છે અફેર કરો)।
આગળની સ્લાઇડ્સ પર જાણો આવી જ બીજી વિવાદિત વેબસાઇટ્સ વિશે...