Home » Gadgets » Latest » Top 5 home and fitness gadgets of 2016

2016માં લૉન્ચ થશે આ 4 ફિટનેસ અને હૉમ ગેજેટ્સ, જાણો શું છે ખાસ

Divyabhaskar.com | Updated - Dec 28, 2015, 10:10 AM

3 જાન્યુઆરી 2016માં શરૂ થનારા કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શૉ (સીઇએસ)માં કેટલાય ગેજેટ્સ રજૂ કરવામાં આવશે, તેમાં આ ફિટનેસ અને હૉમ ગેજેટ્સ હશે.

  • Top 5 home and fitness gadgets of 2016
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    મિસફિટ સ્વારોવસ્કી શાઇન, આમાં લગાવેલા સ્ટૉનમાં સૉલાર એનર્જી સ્ટોર થાય છે
    ગેજેટ ડેસ્કઃ નવા વર્ષમાં કેટલીક ટેક કંપનીઓ પોતાના નવા નવા ગેજેટ્સ અને ટેકનોલૉજીને લૉન્ચ કરશે. 2016ના વર્ષમાં કેટલીક કંપનીઓ પોતાના હાઇટેક ફિટનેસ ગેજેટ્સ અને હૉમ ગેજેટ્સને માર્કેટમાં મુકશે. અહીં એવા બેસ્ટ 4 ગેજેટ્સ વિશે માહિતી આપવામાં આવી છે જે 2016ના નવા વર્ષમાં લૉન્ચ થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, 3જી જાન્યુઆરીએ કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શૉ (સીઇએસ) પણ શરૂ થઇ રહ્યો છે.
    1. મિસફિટ સ્વારોવસ્કી શાઇન

    નવા વર્ષમાં મિસફિટ કંપનીનો સ્વારોવસ્કી શાઇન ફિટનેસ ટ્રેકસ લૉન્ચ થઇ શકે છે. આ ટ્રેક્સ કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શૉ (સીઇએસ)માં રજૂ કરવામાં આવશે. આમ તો ફિટનેસ ટ્રેકર કોઇ નવું ગેજેટ્સ નથી પણ કંપનીએ આમાં યૂઝર્સને વધુ ફંક્શન આપ્યા છે. આમાં એક મોટા આકારનું ક્રિસ્ટલ સ્ટૉન છે જેના મદદથી યૂઝર્સ સૉલાર એનર્જી સ્ટોર કરી શકે છે. આમાં એડવાન્સ ફિટનેસ ટ્રેકર ફિચરની સાથે સાથે ડિઝાઇન પર વધુ ફોકસ કરવામાં આવ્યો છે. એટલે આને યૂઝર્સ ફેશન માટે પણ યૂઝ કરી શકે છે.
    2. ક્વેલ

    જે લોકોને શરીરના દુઃખાવાથી પીડિતા હોય તેના માટે આ બેન્ડ દવાનું કામ કરે છે. દરેક વ્યક્તિ માટે આ ફાયદાકારક સાબિત થાય છે. કેમકે કંપનીએ આમાં વિયરેબલ નર્વ સ્ટિમ્યૂલેશન (વિન્સ) ટેકનોલૉજીનો ઉપયોગ કર્યો છે. ઓસ્ટીયોપોરોસિસથી પીડાતા લોકો તો આ બેન્ડ ખુબજ કામ આવી શકે છે.

    આગળની સ્લાઇડ્સમાં વાંચો 2016માં લૉન્ચ થનારા અન્ય ગેજેટ્સ વિશે...
  • Top 5 home and fitness gadgets of 2016
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    3. સ્કલ્પ્ટ

    માર્કેટમાં અત્યારે હાર્ટને મૉનિટર કરવા માટેના કેટલાય પ્રકારના ફિટનેસ ગેજેટ્સ ઉપલબ્ધ છે. પણ નવા વર્ષમાં આ ફિલ્ડમાં એક નવુ ગેજેટ્સ સ્કલ્પ્ટ આવી રહ્યું છે. સ્કલ્પ્ટની મદદથી યૂઝર્સ મસલ્સ હેલ્થની તપાસ કરી શકશે. આ ગેજેટ્સ ઇલેક્ટ્રિકલ્સ ઇમ્પિડેન્સ માયોગ્રાફી (ઇઆઇએમ) ટેકનોલૉજી વાળું છે જેના કારણે મસલ્સ હેલ્થના મૉનિટરીંગની સાથે સાથે યૂઝર્સ ઇઆઇએમની મદદથી ઇલેક્ટ્રિકલ કરંટને જુદી જુદી દિશાઓમાં ફ્લો કરાવી શકશે. આમ થવાથી બૉડી ફેટ પરસન્ટેજ અને મસલ્સની સ્થિતિની તપાસ કરી શકાશે. 
     
  • Top 5 home and fitness gadgets of 2016
    4. સાઉન્ડવૉલ

    જે લોકોને લાગે છે કે, આર્ટ ફક્ત વિજ્યુઅલ જ છે તે લોકોએ હવે પોતાના વિચારો બદલવા પડશે. સાઉન્ડવૉલમાં કેનવાસમાં ટ્રેડિશનલ ઇમેજીસની સાથે સાથે આર્ટિસ્ટ કેટલાક સાઉન્ડ (મ્યૂઝીક)ને એડ કરી શકે છે. તાજેતરમાં કંપનીએ સાઉન્ડવૉલની લિમીટેડ એડિશન બહાર પાડી છે અને 2016માં તે ફૂલફોર્મ સાથે માર્કેટમાં આવી જશે. આમાં ઓડિયો ઇન્ટરવ્યુ અને પ્લેલિસ્ટ પણ હશે. આ નવી ટેકનોલૉજીથી ઘરનો લુક પણ બદલાશે અને મ્યૂઝીકની મજા પણ મળશે.
     
     
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gadgets

Trending

વીડિયો વધુ જુઓ