કોઇ 99 તો કોઇ 888 રૂ.માઃ આ છે ભારતમાં લૉન્ચ થયેલા 5 સૌથી સસ્તાં સ્માર્ટફોન્સ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગેજેટ ડેસ્કઃ ભારતીય માર્કેટમાં હવે સૌથી સસ્તા સ્માર્ટફોન્સનું લૉન્ચિંગ ખુબ વધી રહ્યું છે. દરેક કંપનીઓ પોતાના સૌથી સસ્તાં સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ કરી રહી છે, માર્કેટમાં અત્યારે 99 રૂપિયા સુધીના સ્માર્ટફોન લૉન્ચ થયા છે.
- અહીં પાંચ સૌથી સસ્તાં સ્માર્ટફોન્સ બતાવવામાં આવ્યા છે, તેમાં સૌથી ખાસ વાત એ છે કે, 5માંથી પહેલા 3 સ્માર્ટફોન્સ મેક ઇન ઇન્ડિયા પ્રોગ્રામ હેઠળ બનાવવામાં આવ્યા છે અને બાકીની બે કંપનીઓ પણ ઇન્ડિયાની જ છે. આ બધા સસ્તાં સ્માર્ટફોનની કિંમત 2000 રૂપિયાથી ઓછી છે.
* 99 રૂપિયાનો સ્માર્ટફોન: Achche Din
* ફિચર્સ

- 4 ઇંચની સ્ક્રીન ડિસ્પ્લે
- એન્ડ્રોઇડ 5.0 ઓપરેટિંગ સિસ્ટમ
- ક્વાડ કૉર પ્રોસેસર અને 1GB રેમ
- 2 મેગાપિક્સલ રિયર અને 0.3 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો
- 4GB ઇન્ટરનલ મેમરી
- 1325 mAh પાવર બેટરી

* કોણે કર્યો લૉન્ચ

આ ફોનને નમોટેલ નામની એક કંપનીએ લૉન્ચ કર્યો છે, કંપનીના પ્રમોટર માધવ રેડ્ડીનો દાવો છે કે, આ દુનિયાનો સૌથી સસ્તો સ્માર્ટફોન છે. આ સ્ટાર્ટઅપ કંપની 2016માં શરૂ થઇ અને તેનું હેડક્વાર્ટર બેંગલુરુમાં છે. આ ઉપરાંત મુંબઇ, હૈદારાબાદ, દિલ્હી અને ચેન્નાઇમાં આ કંપનીની ઓફિસ હોવાનો દાવો છે.
* બુકિંગ પ્રોસેસ
- ફોન બુકિંગ માટે અહીં namotel.in પર જાઓ.
- ત્યારપછી તમારી સામે એક રજિસ્ટ્રેશન ફોર્મ ખુલશે.
- પોતાનું નામ, આધાર નંબર, મોબાઇલ નંબરની સાથે અન્ય માહિતી આપવી પડશે.
- પાસપોર્ટ સાઇઝ ફોટો અને આધારની સ્કેન કૉપી પણ એટેચ કરવાની કહેવામાં આવશે.
- છેલ્લે ઇમેઇલ આઇડી અને પોતાનું એડ્રેસ નાંખીને Submit પર ક્લિક કરવું પડશે.

* કન્ટ્રોવર્સી
હજુ સુધી આ ફોનને લઇને કોઇ મોટી કન્ટ્રોવર્સી સામે નથી આવી.
આગળની સ્લાઇડ્સમાં જાણો બાકીના સ્માર્ટફોન્સ વિશે, કેવી રીતે થઇ શકે છે બુકિંગ, શું છે ફિચર્સ અને કન્ટ્રોવર્સી...
અન્ય સમાચારો પણ છે...