વિચિત્ર કામ કરે છે આ 4 Apps, તમે પણ નહીં કરી હોય આને Use

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગેજેટ ડેસ્કઃ ગૂગલ પ્લે સ્ટૉર પર કેટલીક એવી વિચિત્ર એપ્સ છે જેનો યૂઝ જાણીને તમે હેરાન થઇ જશો. આ એપ્સને લાખો લોકો ડાઉનલૉડ કરી ચૂક્યા છે. આને પ્લે સ્ટૉર પર રેટિંગ પણ આપવામાં આવ્યું છે. જોકે આમાંથી કેટલીક એપ્સની સાથે સાવધાની રાખવી જરૂરી છે, નહીં તો આ તમારા ડિવાઇસને મોટુ નુકશાન પહોંચાડી શકે છે. અમે અહીં બતાવી રહ્યાં છીએ પ્લે સ્ટૉરમાં અવેલેબલ આવી એપ્સ વિશે...
 

S.M.T.H.

S.M.T.H. એટલે (સેન્ડ મી ટૂ હિવન) એક પ્રકારની સ્પૉર્ટ્સ ગેમ છે પણ આ એપ્લિકેશનનો યૂઝ તમારા સ્માર્ટફોનને ખરાબ કરી શકે છે. ખરેખરમાં, આમાં યૂઝરે ફોનને ઉપરની બાજુએ ઉછાળવાનો હોય છે. જેટલો વધારે ફોન ઉપર ઉછાળશો એટલું સારુ રિઝલ્ટ આ એપ આપશે. આમાં World Top 10, Week Top 10, Day Top 10, Local Top 10 જેવી કેટેગરી બનાવવામાં આવી છે. ફોન જેવો હવામાંથી હાથમાં આવે છે ત્યારે તે બતાવી દે છે કે તે કેટલો ઉંચાઇમાં ગયો હતો. આમાં વૉર્નિંગ પણ આપવામાં આવી છે આ ગેમથી તમને કોઇ નુકશાન થાય તો તે માટે S.M.T.H. જવાબદાર નથી. 

 

મીણબત્તીને હોલવી દેશા આ App, જુઓ આગળની સ્લાઇડ્સમાં... 

અન્ય સમાચારો પણ છે...