• Gujarati News
  • These Are The Thinnest Android Smartphone In The World

Top 12: આ છે દુનિયાના સૌથી પાતળા સ્માર્ટફોન, જાણો કેવા છે ફિચર્સ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગેજેટ ડેસ્કઃ અત્યારે માર્કેટમાં યૂઝર્સ સારા ફિચર્સવાળા સ્માર્ટફોનની સાથે સાથે સારી ડિઝાઇને વધારે મહત્વ આપે છે. સ્માર્ટફોન મેકર કંપનીઓ પણ યૂઝર્સની પસંદગીને ધ્યાનમાં રાખીને જુદી જુદી ડિઝાઇનના સ્માર્ટફોન માર્કેટમાં લૉન્ચ કરે છે. પણ અત્યારે કેટલાક એવા સ્માર્ટફોન છે જે પાતળા અને યૂઝર્સની પહેલી પસંદ બન્યા છે. આ સ્માર્ટફોન દુનિયાની સાથે સાથે ભારતમાં પણ ખુબ લોકપ્રિય બન્યા છે. તો divyabhaskar.com બતાવી રહ્યું છે આવા Top 12 પાતળા સ્માર્ટફોન વિશે...

Gionee Elife S7
જિઓનીનો આ સ્માર્ટફોન 5.5mm પાતળો અને ડ્યુલ સીમ વેરિએન્ટમાં માર્કેટમાં ઉપલબ્ધ છે. ફોન એન્ડ્રોઇડ 5.0 લોલીપોપ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. ફોનની ડિસ્પ્લેની વાત કરીએ તો તેની સ્ક્રિન 5.2 ઇંચની છે અને ફુલ HD(1080x1920પિક્સલ) ક્વોલિટી આપે છે. સ્લિમ સીરીઝના સ્માર્ટફોનમાં ઓક્ટા-કોર 1.7GHz પ્રોસેસર(મીડિઆ ટેક MT6572 soc)આપવામાં આવ્યુ છે. ફોનમાં 2GB રેમ છે.
ફોનમાં 13 મેગાપિક્સલ ઓટોફોકસ રિયર કેમેરા છે સાથે સાથે LED ફ્લેશ પણ છે. કંપનીએ ફોનમાં વીડિયો કોલિંગ અને સેલ્ફી માટે 8 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો આપ્યો છે. તેની સાથે 16GB ઇન્ટરનલ મેમરી આપી છે પણ ખાસ વાત એ છે કે મેમરીને માઇક્રો SDથી વધારી શકાતી નથી.
ફોન એન્ડ્રોઇડની 5.0 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે અને બેટરી 2700 mAh પાવરની છે કંપનીના દાવા પ્રમાણે બેટરી 33 કલાક અને 45 મિનિટનો સ્ટેન્ડબાય ટાઇમ આપે છે. જિઓનીના આ સ્માર્ટફોનમાં મીડિયાટેક ઓક્ટાકોર પ્રોસેસર છે. તેની સ્પીડ 1.7 GHz છે જોકે, તેની સાથે સાથે ફોનમાં 2GB રેમ પણ આપવામાં આવી છે. ફોનમાં 16GB ઇન્ટર્નલ મેમરી આપવામાં આવી છે. આ ઉપરાંત ફોનમાં ડ્યુઅલ સિમ અને 4જી ફિચર્સ પણ છે.
આગળની સ્લાઇડ્સમાં જાણો આવા બીજા સ્લિમ સ્માર્ટફોન વિશે...