આ મોબાઇલ ફોનની બેટરી 15 વર્ષ ચાલશે!

માનો કે ના માનો, આ તદન સાચી વાત છે, કેટલાંય ફીચરથી યુક્ત છે

Business Desk | Updated - Jan 12, 2012, 05:04 PM
This mobile phone battery will run 15 years!

spyareone_250- આ મોબાઇલ કંપની સ્પેયર વન છે અને તેની બેટરી એટલી ચાલશે
- આ ફોનને ડેવલપ એક્સપીએએલ પાવરે કરી છે અને આ કેટલાંય ફીચરથી યુક્ત છે
માનો કે ના માનો, આ તદન સાચી વાત છે કે આ મોબાઇલ ફોનની બેટરી 15 વર્ષ સુધી ચાલશે. આ મોબાઇલ કંપની સ્પેયર વન છે અને તેની બેટરી એટલી ચાલશે કે તમે જાતે જ ઉબાઇ જશો.સ્પેયર વનની બેટરી કમ સે કમ 15 વર્ષ લાઇફ વાળી છે, તેવો કંપનીનો દાવો છે. તેને તમે ચાર્જ ન પણ કરો તો પણ આ આટલા વર્ષ સુધી ચાલી શકે છે. આજે જ્યારે કેટલીય શાનદાર મોબાઇલ ફોનની બેટરીઓ અંદાજે બે દિવસમાં ખત્મ થઇ જાય છે, એવામાં આ બેટરી ધમાલ મચાવી દેશે.આ ફોનને ડેવલપ એક્સપીએએલ પાવરે કરી છે અને આ કેટલાંય ફીચરથી યુક્ત છે. તેની સૌથી મોટી ખૂબી છે તેમાં પોતાના લોકેશન મોકલવાની અદભુત ક્ષમતા છે. એટલે કે કોઇ ઘટના દરમ્યાન લોકેશન કોઇ અન્યને બતાવી દેશે. આપાત સ્થિતિ માટે બનાવામાં આવેલા આ ફોનમાં જરૂરી નંબરોથી ફક્ત એક ક્લિકથી તત્કાલ સંપર્ક કરી શકાશે.આ ફોન લાસ વેગાસના કન્ઝયુમર ઇલેક્ટ્રોનિક શો માં પ્રદર્શિત કરવામાં આવી છે. કંપની તેને બેક અપ ફોન બતાવી રહી છે. તેનું કહેવું છે કે આ ફોનને તમે અન્ય ફોનના રૂપમાં પણ ઉપયોગ કરી શકો છો.


Read More

X
This mobile phone battery will run 15 years!
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App