• Gujarati News
  • This Might Be Our First Look At A Fully Assembled IPhone 6

iPhone 6નો ફર્સ્ટ લૂક અને ફીચર્સ થયા લીક

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફોટો - આઇફોન 6ની પ્રતિકાત્મક ફોટો)

ગેજેટ ડેસ્ક: ઘણા યુઝર્સ છે જે હાલમાં પણ એપલના આઇફોન 6ની રાહ જોઇ રહ્યા છે. તેમની આતુરતાનો અંત ટૂંક સમયમાં આવી જશે. હાલમાં કેટલીક સાઇટ્સ પર એવી માહિતી આવી રહી છે કે એપલનો આઇફોન 6 ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં કે સપ્ટેમ્બરમાં આવી શકે છે. હાલમાં ફોન અંગેની કેટલીક માહિતી ઓનલાઇન લીક કરવામાં આવી રહી છે, જેમાં તેના ખાસ ફીચર્સની ચર્ચા કરાઇ રહી છે. ફોનના કેટલાક વીડિયો પણ કંપની દ્વારા બહાર પાડી દેવામાં આવ્યા છે.
છેલ્લા કેટલાક સમયથી અથવા તો કહી શકાય કે અઠવાડિયાઓથી iPhone 6ના ફોટોનો લૂક લીક થઇ રહ્યો છે. કંપનીનું કહેવું છે કે જ્યારે તેને લોન્ચ કરવામાં આવશે ત્યારે તે કંઇક આ પ્રમાણેનો દેખાઇ શકે છે. Feld & Volk કંપની કે જે આઇફોન 6 બનાવી રહી છે તેણે ફોનની કેટલાક ફોટોને લીક કરી દીધી છે. હાલમાં જે ફોટોઝ લીક કરવામાં આવ્યા છે તેમાં ફોનના ફ્રન્ટ પેનલ અને રિઅર શેલના ફોટોને રજૂ કરવામાં આવ્યા છે. MacRumors દ્વારા ઇમેજીસને પહેલીવાર લીક કરવામાં આવી છે.
કંપની ક્યાંય એવો દાવો કરતી નથી કે આ લૂક જ ફાઇનલ છે. તેમાં ચેન્જ આવી શકે છે. શક્ય છે કે ફોન જ્યારે લોન્ચ થાય ત્યારે તેના લૂકમાં થોડો ઘણો ફરક પણ હોઇ શકે. Feld & Volk'sનું કહેવું છે કે હાલમાં તેનું અનફીનીશ્ડ વર્ઝન પણ તૈયાર કરી દેવાયું છે. હવે જ્યારે ફોન તૈયાર થશે ત્યારે તેનો ફાઇનલ લૂક કેવો હશે તે તો સમય જ બતાવશે.
હાલમાં અહીં આપવામાં આવેલા ફોટોઝમાં જે લૂક આપવામાં આવ્યો છે તેમાંની કેટલીક છેલ્લા કેટલાક સમયથી માર્કેટમાં ફરી રહી છે. તેનો કર્વ્ડ લૂક પણ માર્કેટમાં પ્રચલિત બની ચૂક્યો છે. જો કોઇ ખાસ ચેન્જ કંપની લાવી રહી હોય તો તે તેની બોડી ડિઝાઇનમાં લાવવામાં આવ્યો છે. કર્વ્ડ ફીચર એજમાં તેને આઇફોન 5એસ કરતાં પાતળો બતાવાયો છે.
આગળની સ્લાઇડમાં જાણો ફોનમાં કયા ખાસ ફીચર્સ આપવામાં આવે તેવી સંભાવનાઓ છે.