તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્યાંક તમારા ફોનમાં તો નથીને આ App? મોબાઇલ કરી દેશે ડેમેજ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગેજેટ ડેસ્કઃ ઇન્ટરનેટ યૂઝર્સ પર આજકાલ વાયરસનો ખતરો સૌથી વધુ છે, ખાસ કરીને કેટલીક એપ્સનો, જે વાયરસથી ભરેલી હોય છે. જેને ઇન્સ્ટૉલ કરવાથી ફોનને ડેમેજ થવાનું જોખમ રહે છે. અમે અહીં એક એવી એપ વિશે બતાવીએ છીએ. જે એપ નથી પણ વાયરસ છે. આ એપને લાખો લોકોએ ડાઉનલૉડ કરીને રાખીને, જો તમારા ફોનમાં હોય તો તરતજ Uninstall કરી દેવી જોઇએ. 
 
આ ગેમને પ્લે સ્ટૉર પરથી હટાવી દેવામાં આવી છે... 
આ એપનું નામ colourblock છે. આ એન્ડ્રોઇડ એપ છે. Kaspersky Labના રિપોર્ટ અનુસાર આ ગેમ હકીકતમાં ખતરનાક ટ્રૉજન (વાયરસ) છે. આ ફોનને Root કરી દે છે. રૂટ થયા પછી એપ ક્રિએટર અનેક પ્રકારના કૉડ સેન્ડ કરે છે અને ફોન હેક કરી દે છે. આ વાયરસનું નામ Dvmap છે. આ વાયરસ ફોનમાં ઇન્સ્ટૉલ થયા પછી બહુ ઓછા સમયમાં ફોનને પુરેપુરો ડેમેજ કરી નાંખે છે. 
 
થોડાક દિવસ પહેલ રેન્સમવેર વાયરસનો એટેક થયો હતો, ત્યારબાદ Judyએ પ્લે સ્ટૉરની એપ્સ પર એટેક કર્યો હતો. નવો વાયરસ છે. ગૂગલ પરથી કોઇપણ એપ ડાઉનલૉડ કરવી મુશ્કેલ બની શકે છે.
 
રિપોર્ટ્સનો દાવો છે કે આ ગેમના ડેવલપર અત્યારે ઇનીશિયલ સ્ટેજ પર છે. ગેમના ક્રિએટર્સે ગેમના ઘણાબધા વેરિએન્ટ ગૂગલ પ્લે સ્ટૉર પર અપલૉડ કરી દીધા છે. 
 
આગળની સ્લાઇડ્સમાં જાણો આ એપ વિશે...
અન્ય સમાચારો પણ છે...