લૉન્ચ પહેલા જ માર્કેટમાં વેચાઇ રહ્યો છે iPhone 7, કિંમત છે 10 હજાર રૂ.

iPhone 7s First Clone realized with new design in Chinese market

divyabhaskar.com

Jul 28, 2016, 01:05 PM IST
ગેજેટ ડેસ્કઃ એપલના iPhone 7ને લૉન્ચ થવામાં હજુ ઓછામાં ઓછો 2 મહિનાનો સમય બાકી છે, પણ ચીની માર્કેટમાં તેનું ક્લૉન અત્યારથી જ ફરતું થઇ ગયુ છે. રિપોર્ટ્સનું માનીએ તો કંપની નવા હેન્ડસેટની ડિઝાઇનમાં કંઇ ખાસ ફેરફાર ના કરતા હવે iPhone 6S પ્લસના અપગ્રેડેડ વર્ઝનને જ લૉન્ચ કરશે, કેમકે આ વાત અગાઉન લીક થયેલા હેન્ડસેટના ફિચર્સ અને ફોટોને લઇને સાચી પડી શકે છે. જોકે, ચાઇનીઝ માર્કેટમાં હવે નવા હેન્ડસેટ iPhone 7નું ક્લૉન વેચાવા લાગ્યું છે.
* લૉન્ચ પહેલા કેવી રીતે બની ગ્યું ક્લૉન?

iPhone 7ની સતત લીક થતી ઇમેજીસ અને ફિચર્સના આધારે આઇફોનનાં ક્લૉન બનાવનારી Goophone જેવી કંપનીઓએ તેનું ક્લૉન બનાવીને ચીની માર્કેટમાં ઉતારી દીધું છે. આ એકદમ iPhone 7ની કૉન્સેપ્ટ ડિઝાઇન જવું જ દેખાય છે, તેની બેકસાઇડ પર લખવામાં આવ્યું છે 'Designed by TAIWAN made in CHINA', અને તેનું નામ GooApplei7 છે.
* આ રીતે બને છે આઇફોન ક્લૉન

GooApple ચીનની મોબાઇલ ક્લૉન મેન્યૂફેક્ચરર કંપની છે, જે એન્ડ્રોઇડની OS અને આઇફોનની ડિઝાઇનને મર્જ કરી લેટેસ્ટ આઇફોનના ક્લૉન તૈયાર કરે છે. નોંધનીય છે કે, અત્યારે iPhone 5sથી લઇ iPhone 6S પ્લસ સુધીના બધા જ હેન્ડસેટ્સના ક્લૉન માર્કેટમાં ઓછી કિંમતે અવેલેબલ છે.
* શું છે કિંમત

આ હેન્ડસેટ ચીની માર્કેટમાં 149 ડૉલરથી 199 ડૉલર (10 હજારથી 14 હજાર રૂપિયા)માં વેચાઇ રહ્યાં છે.
* ચાઇનામાં કેમ છે આઇફોન ક્લૉનની ડિમાન્ડ?

Gizmochinaના એક રિપોર્ટમાં જણાવાયું છે કે, ચાઇના આઇફોન ક્લૉનનું હબ છે. અહીંના મોટાભાગના એન્ડ્રોઇડ યૂઝર્સ આઇફોન તો ખરીદવા માગે છે પણ મોંઘા હોવાથી ખરીદી શકતા નથી. તેથી તેમને ક્લૉનથી જ કામ ચલાવવું પડે છે. આમ ક્લૉન મેન્યુફેક્ચરર્સને તે બનાવવામાં પ્રોફિટ અને પ્રોત્સાહન બન્ને મળે છે.
આગળની સ્લાઇડ્સમાં જાણો આઇફોનના બાકીના ફિચર્સ વિશે...
X
iPhone 7s First Clone realized with new design in Chinese market
iPhone 7s First Clone realized with new design in Chinese market
iPhone 7s First Clone realized with new design in Chinese market
iPhone 7s First Clone realized with new design in Chinese market
iPhone 7s First Clone realized with new design in Chinese market
iPhone 7s First Clone realized with new design in Chinese market
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી