• Gujarati News
  • Spice Launched New Smartphone Stellar 3G Costing Rs 3499

ફક્ત 3499રૂ.માં 3G ફીચર્સ સાથે સ્પાઇસે લોન્ચ કર્યો Stellar 431

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગેજેટ ડેસ્કઃ સ્પાઇસ કંપનીએ પોતાની સ્ટેલાર સીરીઝમાં વધુ એક અલ્ટ્રા લો બજેટ સ્માર્ટફોન Stellar 431 લોન્ચ કર્યો છે. ફોનની કિમંત કંપનીએ 3499રૂ રાખી છે. આ ફોન રીટેલ સ્ટોર્સ ઉપરાંત saholic વેબસાઇટ પર પણ ઉપલબ્ધ છે. જ્યા માત્ર 203 રૂપિયાના EMI પર તમને ફોન મળી શકે છે.
ડ્યુઅલ સિમ વેરિઅંટ વાળા આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 4.4.0 ઓપરેટિંગ સિંસ્ટમ પર કામ કરે છે. ફોનની સ્ક્રિન 4 ઇંચ આપવામાં આવી છે જે HDથી ઓથી ક્વાલિટી(480x800 પિક્સલ રિઝોલ્યુશન) આપે છે.
કંપનીના સઇઓ પ્રશાંત બિંદલે ફોનના લોન્ચને લઇને જણાવ્યુ હતું કે સ્ટેલાર 431 એક બજેટ ફ્રેન્ડલી સ્માર્ટફોન છે જે આલ્ટ્રા લો બજેટ યુઝર્સ માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. દેખાવમાં સ્ટાઇલિશ અને અક્ટ્ર્ક્ટિવ ફોન યંગ જનરેશન માટે ડિઝાઇન કરાયો છે. તમને જણાવી દઇએ કે આ મહિનામાં સ્પાઇસે પોતાનો એન્ડ્રોઇડ વન સ્માર્ટફોન નેપાળ અને શ્રીલંકામાં લોન્ચ કર્યો છે.આ ફોનને નિક્સિયસ જર્ની નવ નામથી લોન્ચ કરવામાં આવ્યો હતો. નિક્સિયસ જર્ની વન એન્ડ્રોઇડમાં લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ વર્જન(લોલીપોપ 5.1) આપવામાં આવ્યુ છે.
આગળની સ્લાઇડમાં જુઓ બાકીના ફીચર્સ....