399 નહીં Jio માત્ર 199 રૂ.માં આપી રહ્યું છે 1GB ડેટા ડેલી, આ છે શરત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગેજેટ ડેસ્કઃ મુકેશ અંબાણીની કંપની Reliance Jio માત્ર 199 રૂપિયામાં ડેલી 1GB ડેટા આપી રહ્યું છે, આની સાથે અનલિમિટેડ SMS અને Jio Apps પણ કસ્ટમર્સને મળશે, જોકે, આ પ્લાન અમૂક ખાસ કસ્ટમર્સ માટે જ છે. 

 

ખરેખરમાં, જિઓનો આ પ્લાન એવા કસ્ટમર્સ માટે લાવવામાં આવ્યો છે જેઓ શ્યાઓમીનો Redmi 5A ખરીદી રહ્યાં છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. માર્કેટમાં અવેલેબલ પ્લાન્સમાં ડેટા પ્રમાણે આ સૌથી બેસ્ટ પ્લાન છે. એટલે જો તમારું પણ Redmi 5A ખરીદવાનું પ્લાનિંગ હોય તો જિઓની આ ખાસ ઓફરનો લાભ તમે ઉઠાવી શકો છો. 

 

1 હજાર રૂપિયાનું કેશબેક પણ... 
Redmi 5A ખરીદવા વાળા કસ્ટમર્સને 1 હજાર રૂપિયાનું કેશબેક પણ જિઓ તરફથી આપવામાં આવી રહ્યું છે. આ ઓફરને લેવા માટે Redmi 5A યૂઝર્સને 12 મહિના સુધી દર મહિને 199 રૂપિયાનુ રિચાર્જ કરાવવું પડશે. આ રિચાર્જ 5 ડિસેમ્બરથી 30 નવેમ્બર 2018ની વચ્ચે કરાવવાનું રહેશે. કસ્ટમર્સને કેશબેક વાઉચર્સના રૂપે મળશે. 100-100 રૂપિયાના 10 વાઉચર કસ્ટમરના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. 

 

શ્યાઓમી પણ આપી રહ્યું છે કેશબેક 
આ ફોનને ખરીદવા પર શ્યાઓમી પણ 1 હજાર રૂપિયાનું એડિશનલ ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. આ ઓફર એવા 5 મિલિયન કસ્ટમર્સ માટે છે જે 2GB RAM/16GB ROM વાળા વેરિએન્ટને ખરીદશે. આનાથી ફોનની કિંમત 4,999 રૂપિયા થઇ જશે. આ સ્માર્ટફોનને 3GB RAM અને 32GB ROM વાળા વેરિએન્ટની કિંમત 6,999 રૂપિયા છે.

 

આગળની સ્લાઇડ્સમાં જુઓ Redmi 5Aના ફિચર્સ.... 

અન્ય સમાચારો પણ છે...