સોનીએ લોન્ચ કર્યો સૌથી સસ્તો Water Proof અને selfie સ્માર્ટફોન

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગેજેટ ડેસ્કઃ સોની કંપનીએ ભારતીય બજારમાં પોતાનો સસ્તો વોટરપ્રુફ સ્માર્ટફોન એક્સપીરિયા M4 એક્વા લોન્ચ કર્યો છે. સાથે સાથે કંપનીએ પોતાની સેલ્ફી સીરિજમાં એક બીજો સ્માર્ટફોન એક્સપીરિયા C4 પણ ભારતીય બજારમાં લોન્ચ કર્યો છે.
કિંમત અને ઉપલબ્ધતા-
એક્સપીરિયા M4 એક્વાની કિંમત 24990 રૂપિયા રાખવામાં આવી છે આ ફોન ભારતીય બજારમાં આજથી વેચાણ માટે આવશે. સોની એક્સપીરિયા C4 નુ વેચાણ જુન મહિનાથી શરૂ કરવામાં આવશે. જો કે કંપનીએ આ સ્માર્ટફોનની કિંમત વિશે કોઇ ખુલાસો નથી કર્યો

શુ છે ખાસિયત-
* એક્સપિરિયા M4 એક્વા સ્માર્ટફોન વોટરપ્રુફ છે.
* એક્સપિરિયાM4 ને 30 મિનિટ સુધી 1.5 મીટર ઉંડા પાણીમાં રાખી શકાય છે.
* આ ફોન ડસ્ટ પ્રુફ પણ છે.
* એક્સપીરિયા C4 સેલ્ફી ફોન છે.
* બન્ને સ્માર્ટફોન્સ 4G ફિચર સપોર્ટ કરે છે.
* એક્સપીરિયા C4 માં 13 મેગાપિક્સલ રિયર કેમેરો અને 5 મેગાપિક્સલ ફ્રંટ કેમેરો છે.
* એક્સપીરિયા M4 એક્વામાં પણ 13 મેગાપિક્સલ રિયર કેમેરો અને 5 મેગાપિક્સલ ફ્રંટ કેમેરો આપવામાં આવ્યો છે.
આગળની સ્લાઇડમાં ક્લિક કરો અને જાણો બન્ને સ્માર્ટફોનના ફિચર્સ વિશે...