આ 6 નવા ફીચર્સ નહીં હશે તો FLOP થઇ શકે છે નવો આઇફોન 6

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(આઇફોન 6 માટેનું ગાંડપણ, લગાવી છે કતારો)
ગેજેટ ડેસ્ક : એપલનો નવો આઇફોન 6 અને પહેલી આઇવોચ આજે (9 સપ્ટેમ્બરે) લોન્ચ થવાની છે. કંપનીની તરફથી પહેલી વાર વેરેબલ ગેજેટ લોન્ચ કરવામાં આવી રહ્યું છે. આઇફોન 6ની મોટી સ્ક્રીનની સાથે કેટલાક ખાસ ફીચર્સની જાણકારી આપવામા આવી છે. આઇફોન 6માં મોટી સ્ક્રીનની સાથે અનેક નવા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. હાલમાં એપલના સ્ટોરની બહાર લોકોએ મોટી લાઇનો લગાવવાનું શરૂ કરીને પોતાની નવા આઇફોન6 માટેની ઉત્સુકતા જાહેર કરી દીધી છે. આ જ બાબત દર્શાવે છે કે લોકોને એપલ કંપની અને આઇફોન 6ને માટે કેટલો વિશ્વાસ છે.
bloomberg.comની રિપોર્ટ પ્રમાણે નવા આઇફોનમાં એનએફસીની મદદથી મોબાઇલ વોલેટનું કામ કરી શકાય છે. આ ફીચરની મદદથી સિંગલ ટચ મોબાઇલ પેમેન્ટ કરી શકાય છે.
આ સિવાય એ વાતની પણ જાણકારી આપવામાં આવી રહી છે કે એપલનો નવો આઇફોન સેફાયર ગ્લાસ સ્ક્રીનની સાથે આવશે જે સ્ક્રેચ પ્રૂફ હશે, આઇફોનની લોન્ચિંગને માટે ટેકજગત જેટલું ઉત્સાહિત છે એટલી જ લોકોને શંકા પણ છે. એપલના પ્રતિસ્પર્ધીઓએ પહેલેથી નવા ફીચર્સની સાથે ફોન લોન્ચ કરી દીધા છે. એપલના નવા ઇનોવેશન નહીં આવે તો કંપનીનો આ ફોન FLOP થઇ શકે છે. દિવ્યભાસ્કર.કોમ આપને બતાવવા જઇ રહ્યું છે એવા નવા ફીચર્સને જે આઇફોન 6માં નહીં હોય તો આ ફોન ફ્લોપ રહેશે.
Apple Iphone 6 લોંચની રાહ તો તમે પણ જોઇ રહ્યા હશો.....અમે તમને આપીશું તમામ માહિતી....આજે રાતે આખી ઇવેન્ટનું લાઈવ કવરેજ દિવ્યભાસ્કર.કોમ ઉપર કરવામાં આવશે
ક્લિક કરતા રહો divyabhaskar.com
આગળની સ્લાઇડ પર જાણો આઇફોન 6ના ખાસ ફીચર્સને માટે જે નહીં હોય તો ફોન FLOP થઇ શકે છે.
(નોટ - કંપનીની તરફથી આઇફોન 6ની કોઇ ખાસ ફોટો હાલ સુધી લોન્ચ કરવામાં આવી નથી. તેની પ્રતિકાત્મક ફોટો લેવામાં આવી છે.)