તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગયા અઠવાડિયે ભારતમાં લોન્ચ થયા આ 9 સ્માર્ટફોન્સ, જાણો ફીચર્સ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગેજેટ ડેસ્ક: ગયા અઠવાડિયે ભારતીય ગેજેટ માર્કેટમાં અનેક નવા સ્માર્ટફોન્સ લોન્ચ થયા છે. તેમાં સેમસંગના નવા ઓપરેટિંગ સિસ્ટમના સસ્તા Z1ની સાથે માઇક્રોમેક્સનો 30 દિવસનો બેટરી બેકઅપ કેનવાસ હ્યુ પણ છે. અહીં આપને બતાવી રહ્યા છે હાલમાં લોન્ચ થયેલા 10 હાઇટેક સ્માર્ટફોન્સને વિશે
Samsung Z1

કિંમત- 5999 રૂ.
સેમસંગે હાલમાં ગયા અઠવાડિયે પોતાનો લેટેસ્ટ સ્માર્ટફોન Z1 લોન્ચ કર્યો છે. ખરેખર તો એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમમાં આ ફોન કામ કરતો નથી. આ ફોન શ્યાઓમી રેડમી 1 એસનો હરિફ બની શકે છે. ખાસ વાત તો એ છે કે ફોનમાં ટાઇઝન ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી છે.
ફોનમાં 4 ઇંચની સ્ક્રીનની સાથે ટાઇઝન વર્ઝન 2.3 ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવ્યુ છે. આ 1.2 જીએચઝએડના ડ્યુઅલ કોર પ્રોસેસર પર કામ કરે છે અને સાથે ફોનમાં 768 એમબીની રેમ આપવામાં આવી છે. આ સિવાય તેમાં 4 જીબીની ઇન્ટરનલ મેમરી છે. કેમેરા ફીચર્સની વાત કરવામાં આવે તો ફોનમાં 3.15 એમપીનો રિઅર કેમેરા અને સાથે વીજીએ 0.3નો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. ફોનમાં 1500 એમએએચની બેટરી છે અને સાથે તે 8 કલાકનો ટોકટાઇમ પણ આપે છે.
ક્લિક કરો આગળની સ્લાઇડ પર અને જાણો અન્ય સ્માર્ટફોન્સને વિશે