હવે સ્માર્ટફોનની મદદથી ખોલી શકાશે દરવાજાનું તાળું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફોટો - પ્રતિકાત્મક)
વોશિંગ્ટન : વર્ષોથી તાળા અને ચાવીનો અતૂટ સંબંધ રહ્યો છે. ચાવી ખોવાઇ જાય તો તાળું બેકાર થઇ જાય છે. આ વાત વીત્યા દિવસોની છે. ટેક્નોલોજીએ આજના તાળાને પણ સ્માર્ટ બનાવી દીધા છે. તેને ખોલવા માટે હવે ચાવીની જરૂર રહી નથી. 'નોક પૈડલોક'નું આ સ્માર્ટ તાળું મોબાઇલ અને તેને અડવા માત્રથી કામ કરે છે. આ અમેરિકી કંપની ફજ (એફયુજેડ)ડિઝાઇને તૈયાર કર્યું છે. એક નોક તાળાની કિંમત રૂ. 3600ની આસપાસની રાખવામાં આવી છે. તેને કંપનીની વેબસાઇટથી ઓનલાઇન બુક કરાવી શકાય છે. કંપનીના કહેવા પ્રમાણે તેને માર્કેટમાં ફેબ્રુઆરી 2015થી લાવવામાં આવશે.
* ફોન ન હોય ત્યારે તેને અડવાથી કરશે કામ
એન્ડ્રોઇડ અને આઇઓએસ પર કરશે કામ
* નોક એપને એન્ડ્રોઇડ અને આઇઓએસ સ્માર્ટફોન પર ડાઉનલોડ કરવાનું રહેશે.
* બ્લૂટ્રૂથથી તાળું અને ફોન જોડી શકાય છે.
* તાળાને ખોલવાને માટે વારેઘડીએ એપ ચલાવવાની જરૂર રહેશે નહીં.
* ખોલવા માટે તેને ફ્કત અડવાનું રહેશે.
* ફોન સર્ચ થતાંની સાથે તાળું જાતે જ ખુલી જશે.

આગળની સ્લાઇડ પર જાણો તાળાની અન્ય ફોટોને