• Gujarati News
  • Samsung’s Mega Goof up, Updates Price Of Galaxy Mega 5.8 Within 24 Hrs

સેમસંગ ગેલેક્સી મેગા 5.8ની કિંમતમાં 24 કલાકથી ઓછા સમયમાં વધારો!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સેમસંગે ગઇકાલે ભારતમાં પોતાનાં બે ગેલેક્સી મેગા ફોન લોન્ચ કર્યા હતા. જેમાં 6.3 ઇંચનો સિંગલ સિમ ફોન અને 5.8 ઇંચના ડ્યુઅલ સિમ ફોનનો સમાવેશ થાય છે. ગેલેક્સી મેગા 5.8 તરત જ સેમસંગ ઇસ્ટોર પર પ્રી બુકિંગ માટે આવી ગયો હતો. શરૂઆતથી જ સેમસંગે ફોનની કિંમત જાહેર કરવામાં ભૂલ કરી.

GT-i9152 પ્રોડક્ટ કોડ નંબર સાથેનો 5.8 ઇંચનો ડ્યુઅલ સિમ ફોન સેમસંગનાં ઇ સ્ટોર પર પ્રી બુકિંગ માટે આવ્યો ત્યારે તેની કિંમત 24500 રૂપિયા દર્શાવાઇ હતી. જ્યારે આજે સવારે આ જ ડિવાઇસની કિંમત 24900 રૂપિયા દર્શાવાઇ છે. એટલે કે 24 કલાકથી ઓછા સમયમાં ફોનની કિંમતમાં 400 રૂપિયાનો વધારો કરાયો છે. સેમસંગ પાસેથી આવી અપેક્ષા ન રાખી શકાય.

મીડિયાનાં અહેવાલોમાં આ ફોનની કિંમત ગઇકાલે 25100 રૂપિયા દર્શાવાઇ હતી.

ગેલેક્સી મેગાની કિંમત 31490 રૂપિયા છે અને તે હજું ભારતમાં આવ્યો નથી. આ ફોન જૂનનાં મધ્યમાં ભારતમાં આવે તેવી શક્યતા છે.