સેમસંગનાં આ સ્માર્ટફોન પર થશે 1 સેકન્ડમાં એક મુવી ડાઉનલોડ!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સેમસંગે તાજેતરમાં જ 5જી વાયરલેસ નેટવર્કનું પરીક્ષણ કર્યું છે. ભારતની વાત કરીએ તો હજું અહીં 2જીનું પ્રભુત્વ છે, 3જી પોતાનાં પગ જમાવવાની કોશિશ કરી રહ્યું છે અને 4જી ગણ્યા ગાંઠ્યા અગ્રણી શહેરોમાં ઉપલબ્ધ છે, જેનાં યુઝર્સ પણ ઘણા ઓછા છે. તો 5જી તો ભારત માટે ઘણી દૂરની વાત છે. આમ તો 5જી નેટવર્ક 2020 પહેલા લોન્ચ નહીં કરાય, પણ તેનું ટેસ્ટીંગ સફળ રહેતા તેનાં પ્રચલન અંગેની વાત નક્કી થઇ ગઇ છે.

સ્પીડની વાત કરીએ તો 3જીમાં તમે એક મુવી 10 મિનીટમાં ડાઉનલોડ કરતા હોવ તો, 4જીમાં તે મૂવી 1 મિનીટમાં ડાઉનલોડ થઇ જશે અને 5જીમાં એક સેકન્ડમાં આખી મૂવી ડાઉનલોડ કરી શકાશે.

અહીં સેમસંગનાં કેટલાક કોન્સેપ્ટ ફોન અંગે જણાવાયું છે, જે આગળ જતાં 5જીને સપોર્ટ કરશે.

આ ફોનની તસવીરો માટે આગળ ક્લિક કરો-