તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફોન બાદ હવે સેમસંગના વૉશિંગ મશીનોમાં ધડાકા, સેફ્ટી મુદ્દે કંપની મુશ્કેલીમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગેજેટ ડેસ્કઃ સેફ્ટી મુદ્દે સાઉથ કોરિયન કંપની સેમસંગ સામે ફરીથી મુશ્કેલીઓ ઉભી થઇ છે, કેટલીક જગ્યાએ સેમસંગના વૉશિંગ મશીનો ફૂટવાની ખબરો મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, કેટલાક દિવસો પહેલા કંપનીનો સ્માર્ટફોન ગેલેક્સી નોટ 7 બેટરી પ્રોબ્લમને લઇને ફૂટી રહ્યો હતો. અમેરિકામાં કેટલાક વિસ્તારોમાં સેમસંગ વૉશિંગ મશીનોમાં બ્લાસ્ટ થવાના સમાચારો પ્રસારિત થઇ રહ્યાં છે.
* CPSCએ સેમસંગને આપી ચેતાવણી

અમેરિકામાં કેટલીક જગ્યાએ સેમસંગ વૉશિંગ મશીન ફૂટવાને લઇને CPSCએ કંપનીને સેફ્ટી સંબંધિત ચેતાવણી આપી છે. કંપનીનું કહેવું છે કે, વૉશિંગ મશીનની સેફ્ટીને લઇને અમેરિકન સંસ્થા યુએસ કન્ઝ્યૂમર પ્રૉડક્ટ સેફ્ટી કમિશન CPSC સાથે વાતચીત ચાલી રહી છે. મીડિયામાં પ્રસારિત થયેલા સમાચારોને લઇને CPSCએ લોકોને પણ ચેતવ્યા છે.
* 2011થી 2016 વચ્ચે બનેલા વૉશિંગ મશીનોમાં આવ્યો પ્રોબ્લમ
સેમસંગ અને CPSC બન્નેએ કહ્યું કે, માર્ચ 2011 અને એપ્રિલ 2016ની વચ્ચે બનેલા કેટલાક ટૉપ લૉડ વૉશિંગ મશીનમાં આ સમસ્યા જોવા મળી છે. સેમસંગે કહ્યું કે, 'જે યૂનિટ્સમાં આ પ્રોબ્લમ્સ આવી રહ્યો છે, તેમાં વેડિંગ કે ભારે વસ્તુઓ ધોતા સમયે અસામાન્ય રીતે વાઇબ્રેશન થવાથી ઇજા કે બીજી રીતે નુકશાન થઇ શકે છે.'
આગળની સ્લાઇડ્સમાં જાણો સેમસંગે કસ્ટમર્સને આપ્યુ કપડાં જોવા માટેનું સજેશન...
અન્ય સમાચારો પણ છે...