તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

Samsungના અપકમિંગ સ્માર્ટફોનમાં હશે 256GB ઇન્ટરનલ મેમરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગેજેટ ડેસ્કઃ સેમસંગ યૂઝર્સને આકર્ષવા ફરીથી એક નવું ફિચર્સ લાવવા જઇ રહી છે. સેમસંગે મોબાઇલ વર્લ્ડ કોગ્રેસમાં કહ્યું કે, તે પોતાના અપકમિંગ હાઇ-એન્ડ સ્માર્ટફોનમાં 256GB યુનિવર્સલ ફ્લેશ સ્ટૉરેજ (UFS) 2.0 આપશે. સ્માર્ટફોન ઇન્ડસ્ટ્રીમાં આ રજૂઆત સૌપ્રથમવાર સેમસંગે કરી છે.
* શું છે સેમસંગનો અપકમિંગ પ્લાન

- 256GB યુનિવર્સલ ફ્લેશ સ્ટૉરેજ (UFS) 2.0ની રિડીંગ સ્પીડ હાઇ છે.
- લગભગ 260Mbpsની સ્પીડથી ડેટા લૉડ થશે.
- આ સ્પીડ SSDની સરખામણીમાં બે ગણી વધારે અને માઇક્રો એસડી કાર્ડથી ત્રણ ગણી વધારે ફાસ્ટ છે.
- કંપની પોતાના અપકમિંગ કોઇ હાઇએન્ડ ડિવાઇસમાં આ ફિચર આપશે.
- સેમસંગ 256GB યુનિવર્સલ ફ્લેશ સ્ટૉરેજ (UFS) 2.0વાળું ટેબ કે સ્માર્ટફોન લૉન્ચ કરી શકે છે.

* MWC 2016માં Galaxy S7 લૉન્ચ કર્યો છે

- આ ઉપરાંત, સેમસંગે MWC 2016માં પોતાનો નવો ફ્લેગશિપ સ્માર્ટફોન Galaxy S7 લૉન્ચ કર્યો છે, તેમાં માઇક્રો એસડી કાર્ડ સપોર્ટ પણ આપ્યો છે. પણ હેરાન કરનારી વાત એ છે કે, તેમાં માર્શમેલોનું Adoptable Storage ફિચર નથી આપ્યું. જેના કારણે Galaxy S7ના યૂઝર્સ કોઇ એપ માઇક્રો એસડી કાર્ડમાં ઇન્સ્ટૉલ નહીં કરી શકે.
આગળની સ્લાઇડ્સમાં વાંચો.... MWC 2016માં સેમસંગના પ્રવક્તાએ શું કહ્યું....
અન્ય સમાચારો પણ છે...