• Gujarati News
  • Samsung Readies To Bring Flexible Screen, EBook, Voice Calling Camera

સેમસંગ ફ્લેક્સિબલ સ્ક્રીન, ઇબુક અને વોઇસ કોલિંગ કેમેરા લાવવાની તૈયારી કરી રહી છે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દક્ષિણ કોરિયાની કંપની બજારમાં નવી ફ્લેક્સિબલ સ્ક્રીન સાથેની પ્રોડક્ટો લાવવા માટે તૈયાર છે. કંપનીએ તાજેતરમાં જ આ અંગે એક પેટન્ટ ફાઇલ કરી છે.

patentboltનાં જણાવ્યા પ્રમાણે સેમસંગે ફ્લેક્સિબલ ડિસ્પ્લે અને કેટલીક નવી ડિઝાઇન પર પેટન્ટ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. યુએસ પેટન્ટ એન્ડ ટ્રેડમાર્ક ઓફિસે તાજેતરમાં જ ફ્લેક્સિબલ ડિસ્પ્લે અને ઇબુક્સ અંગેની સેમસંગની બે પેટન્ટ અરજીઓને પ્રકાશિત કરી છે. આ ડિવાઇસની સ્ક્રીન વળી શકે છે અને તેમાં રહેલી સર્કિટ વળેલી સ્ક્રીનનું ધ્યાન રાખશે. આ સ્ક્રીનમાં યુઝરની ઇચ્છા પ્રમાણેની સ્ક્રીન હોઇ શકે છે કે પછી તે યુઝર તરફથી કમાન્ડ મેળવવા માટે યુઝર ઇન્ટરફેસ તરીકે કામ કરી શકે છે, તેમા આ નવા અહેવાલમાં જણાવાયું છે.

બીજી એક ઇમેજમાં ઇબુકને દર્શાવાઇ છે.

સેમસંગ ભવિષ્યમાં વોઇસ કોલિંગ ગેલેક્સી કેમેરા કે કેમેરા ફોન (યુએસ પેટન્ટ નંબર D681712) પણ ડિઝાઇન કરી શકે છે.

વધુ વાંચવા આગળનાં પેજ પર ક્લિક કરો-

[Image source: patentbolt]