વાયર લગાડ્યા વિના ચાર્જ થઇ શકશે સેમસંગ ગેલેક્સી એસ4

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સેમસંગ ગેલેક્સી એસ4માં નોકિયા લુમિયા 920ની જેમ વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ હશે, તે વાતને હવે પૂરેપૂરું સમર્થન મળી ગયું છે.

Qi Wireless power દ્વારા જારી કરવામાં આવેલી એક પ્રેસ યાદી પ્રમાણે, નવા સેમસંગ ગેલેક્સી એસ4માં તેનાં ઓપ્શનલ બેક બેટરી કવર અને વાયરલેસ ચાર્જિંગ પેડ એસેસરીમાં ક્યુઆઇ વાયરલેસ ચાર્જિંગ સ્ટાન્ડર્ડનો ઉપયોગ કરાયો છે. સ્પેશિયલ બેક કવરનો ઉપયોગ કરીને તમે એસ4ને વાયરલેસ રીતે ચાર્જ કરી શકો છો.

ઝડપથી વિસ્તરી રહેલા ક્યુઆઇ ઇકોસિસ્ટમ સાથેનાં મોબાઇલ ડિવાઇસ, ચાર્જિંગ એસેસરી, ચાર્જિંગ લોકેશન અને કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સમાં એસ4 એક નવો ઉમેરો છે. આ ટેક્નોલોજીને 1.5 કરોડથી વધુ યુનિટમાં પ્રસ્થાપિત કરવામાં આવી છે, તેમ કંપનીએ જણાવ્યું હતું.

સેમસંગ ગેલેક્સી એસ4નું આ મહિને લોન્ચિંગ થયું ત્યારે કંપનીએ આ ફીચર વિશે ઉલ્લેખ કર્યો ન હતો.

[Image source: by Qi Wireless power]