યંગસ્ટર્સ માટે સેમસંગ લાવી બે સ્ટાઇલિશ એન્ડ્રોઇડ સ્માર્ટફોન

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સેમસંગે પોતાની ગેલેક્સી સીરીઝમાં બે નવા ડિવાઇસ- ગેલેક્સી યંગ અને ગેલેક્સી ફેમની જાહેરાત કરી છે. આ બંને ફોનમાં એન્ડ્રોઇડ 4.1 (જેલી બીન) ઓપરેટિંગ સિસ્ટમ છે, જેની મદદથી એપ્સ વચ્ચે સ્ક્રીનને બદલી શકાય છે. આ ઓપરેટિંગ સિસ્ટમની મદદથી સરળતાથી ફોટો લઇને શેર કરી શકાય છે તેમજ હોમ સ્ક્રીનને કસ્ટમાઇઝ પણ કરી શકાય છે. એક ગીગાહર્ટઝનાં પ્રોસેસર સાથે આ બંને ફોનમાં સ્મૂથ મલ્ટીટાસ્કીંગ, ઝડપી વેબપેજ લોડિંગ અને સોફ્ટ યુઆઇ ટ્રાન્ઝિશન શક્ય બને છે. ફોનની 4 જીબીની ઇન્ટરનલ મેમરી અને 1300 એમએએચની બેટરી પણ યુઝર્સ માટે સારો અનુભવ પૂરો પાડી શકે છે.

વાઇ ફાઇ ડાયરેક્ટથી નજીકનાં ડિવાઇસ વચ્ચે કન્ટેન્ટનું સરળતાથી શેરિંગ કરી શકાય છે. આ બંને ફોન આ મહિનાનાં અંતે બાર્સેલોનામાં યોજાનારી મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસમાં રજૂ કરાય તેવી શક્યતા છે.

બંને ફોન વિશે વધુ વાંચવા આગળ ક્લિક કરો-