આટલી ઓછી કિંમતમાં જબરદસ્ત બેટરી, ફીચર્સ સાથેનો સ્માર્ટફોન!

દેશનાં મોબાઇલ બજારમાં નવી કંપનીનું પદાર્પણ

Agency | Updated - Jan 09, 2013, 12:37 PM
Salora launches powerful Android phone

દેશની કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ કંપની સલોરાએ PowerMaxx Z1 નામનો ડ્યુઅલ સિમ એન્ડ્રોઇડ ફોન લોન્ચ કરીને મોબાઇલ જગતમાં પદાર્પણ કર્યું છે. આ ફોનનું સૌથી આકર્ષક ફીચર તેની શક્તિશાળી બેટરી છે. બેટરીનું કદ આ વર્ગનાં અન્ય સ્માર્ટફોનની સરખામણીમાં બમણું છે. સલોરાનો દાવો છે કે ફોનની બેટરીમાં નવી જનરેશનનું મટિરીયલ અને સેલ છે, જે વધુ પાવર આપે છે અને એનર્જીનાં બગાડને ઘટાડે છે. ફીચર્સને જોતાં આ ફોન અન્ય ઘરેલુ સ્માર્ટફોન્સને ટક્કર આપી શકે છે.

ફોનનાં ફીચર્સ જોવા માટે આગળ ક્લિક કરો-

Salora launches powerful Android phone

સલોરાનાં આ સ્માર્ટફોનમાં Cortex-A9 1GHz Dual Core પ્રોસેસર છે. ફોન એન્ડ્રોઇડ 4.0.4 આઇસ ક્રીમ સેન્ડવિચ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. કંપનીએ જણાવ્યું છે કે ફોનને લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ જેલી બીન 4.1 સાથે અપગ્રેડ કરી શકાય છે. ફોનની જાડાઇ 10.2 એમએમ જેટલી છે. ફોનનું સરફેસ એલ્યુમિનીયમ બોડીનું બનેલું છે.

Salora launches powerful Android phone

આ સ્માર્ટફોનમાં 960X 540 પિક્સલનાં રિઝોલ્યુશન સાથે 4.5 ઇંચની આઇપીએસ એલસીડી સ્ક્રીન છે. ડિસ્પ્લેને ઝીરો એર ગેપ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બનાવાયું છે, જે ડિસ્પ્લેને વધું સ્પષ્ટ, રંગબેરંગી, ઝડપી અને ધૂળ ફ્રી બનાવે છે, તેમ કંપનીનું કહેવું છે. ડિસ્પ્લેની ટેક્નોલોજીમાં સિંગલ લેયરવાળો મજબૂત ગ્લાસ છે, જે ફોનને વધું મજબૂત, ફિંગરપ્રિન્ટ તેમજ સ્ક્રેચથી મુક્ત અને અલ્ટ્રા થીન બનાવે છે.
રિફ્લેક્શન ડિસ્પ્લે ટેક્નોલોજી ડિસ્પ્લેને સૂર્યપ્રકાશમાં પણ રંગબેરંગી બનાવી રાખે છે.

Salora launches powerful Android phone

ફોનમાં 3200 એમએએચની બેટરી છે. જે કંપનીએ જણાવ્યા પ્રમાણે 430 કલાકનો સ્ટેન્ડબાય ટાઇમ આપે છે. 3જી નેટવર્ક પર આ ફોન 22 કલાકનો ટોકટાઇમ અને 42 કલાકનો મ્યુઝિક પ્લેબેક ટાઇમ અને 10 કલાકનો વીડિયો પ્લે ટાઇમ આપી શકે છે.
ફોનમાં 4 જીબીની ઇન્ટરનલ મેમરી છે, જેને 32 જીબી સુધી વધારી શકાય છે. ફોનમાં 512 એમબીની રેમ છે, જેને ઓછી કહી શકાય.

Salora launches powerful Android phone

સલોરાનાં PowerMaxx Z1 સ્માર્ટફોનમાં ઓટો ફોકસ સાથેનો 8 મેગાપિક્સલનો રિયર કેમેરા છે, જે 3264 X 2448 પિક્સલની પિક્ચર ક્વોલિટી અને 720 પિક્સલનાં એચડી વીડિયો રેકોર્ડિંગને સપોર્ટ કરે છે. કેમેરામાં ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબેલાઇઝેશન, પેનોરામા વ્યુ, મલ્ટી શોટ અને ટાઇમ લેપ્સ વીડિયો, ફેસિયલ બ્યુટીફાય, સ્માઇલ શટર અને ઓટોમેટિક એમ્બિયન્ટ ડિટેક્શન જેવા ફીચર્સ પણ છે. વીડિયો ચેટિંગ માટે ફોનમાં 1.3 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા પણ છે.

આ સ્માર્ટફોન Flipkart, Infibeam, Snapdeal, Salzmart જેવા ઓનલાઇન શોપિંગ સ્ટોર પર ઉપલબ્ધ બનશે. ફોનની કિંમત 15,999 રૂપિયા જણાવાઇ છે, તેમ ધ મોબાઇલ ઇન્ડિયન જણાવે છે.  
 

X
Salora launches powerful Android phone
Salora launches powerful Android phone
Salora launches powerful Android phone
Salora launches powerful Android phone
Salora launches powerful Android phone
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App