Nokia Lumia 925 Vs Lumia 920 Vs HTC One

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નોકિયા પોતાનો મેટાલિક બોડી સાથેનો સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કરવા જઇ રહી છે. લુમિયા સીરીઝનો આ ફોન ભારતમાં આવશે અને

અન્ય શ્રેષ્ઠ ફોન સાથે તે હરીફાઇમાં ઉતરશે.

સંપૂર્ણ મેટાલિક બોડીનો બનેલો એન્ડ્રોઇડ ફોન એચટીસી વન જ આ ફોનને સારી એવી હરીફાઇ પૂરી પાડશે. એપલનો આઇફોન 5 અને

બ્લેકબેરી ઝેડ10 પણ આ ફોનને સારી એવી હરીફાઇ પૂરી પાડી શકે છે. અહીં ઉલ્લેખનીય છે કે આ બંને કંપનીઓ હવે ભારતમાં વધુ બજાર

હિસ્સો મેળવવાનાં પ્રયત્નો કરી રહી છે અને તેમનાં ફ્લેગશિપ ફોન લોકો ખરીદે તે માટે આકર્ષક ઓફરો લાવી રહી છે.

જો કે આપણે મેટાલિક બોડીનાં બનેલા એન્ડ્રોઇડ ફોન એચટીસી વન અને વિન્ડોઝ 8 ફોન નોકિયા લુમિયા 925 પર ધ્યાન કેન્દ્રિત કરીશું.

નોકિયાએ આ પહેલા લોન્ચ કરેલો ફ્લેગશિપ ફોન લુમિયા 920 અને આવી રહેલા લુમિયા 925નાં ફીચર્સમાં ઘણી સમાનતા છે. પણ કેટલાક

ફીચર્સ અલગ છે. લુમિયા 925માં મેટાલિક રિમ સાથેની પોલી કાર્બોનેટ બોડી છે, જ્યારે લુમિયા 920માં ફુલ પોલી કાર્બોનેટ બોડી છે.

આ ત્રણેય ફોનનાં ફીચર્સની સરખામણી જોવા માટે આગળ ક્લિક કરો-