તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવે તમારા કૉમ્પ્યુટરમાં નાંખવામાં આવશે રેત, જાણો શું છે કારણ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગેજેટ ડેસ્કઃ કૉમ્પ્યુટરમા રેતી નાંખવામાં આવશે, આ વાત સાંભળીને સૌ કોઇને વિચિત્ર લાગે પણ સાચી છે, આમ તો આ એક પ્રકારનું રિસર્ચ છે. જ્યોર્જિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલૉજીની રીસર્ચ ટીમ કૉમ્પ્યુટરમાં રેતી નાંખવાને લઇને એક રિસર્ચ કર્યુ છે, અને તેને લગતો એક વીડિયો પણ યુટ્યૂબ પર અપલૉડ કર્યો છે.
* આ કોઇ સામાન્ય રેતી નથી

કૉમ્પ્યુટરમાં નાંખવામાં આવતી રેતી કોઇ સામાન્ય રેતી નથી પણ સિલિકૉન ડાઇઓક્સાઇડ નેનો-પાર્ટિકલની પરત ચઢેલી હાઇ ઇલેક્ટ્રિક પૉલીમર રેતી છે, આ રેતી પાવર હન્ગ્રી ઇલેક્ટ્રૉનિક ડિવાઇસને ઠંડક આપવા માટે મદદ કરે છે.
સિલિકૉન ડાઇઓક્સાઇડ રેતી પોતાની જાતે જ ઠંકડ નથી આપતી, પણ તેના પર ચઢેલી નેનો-સર્કલ મટેરિયલની પરત કૉમ્પ્યુટરને ઠંડક આપે છે.
* આની પાછળ છુપાયેલું છે ભૌતિક સિદ્ધાત

આ રિસર્ચ પાછળ એક ભૌતિક સિદ્ધાંત છુપાયેલું છે, જેને સમજવું સામાન્ય માણસ માટે ખુબ જટીલ છે. કેમકે આમાં નેનો-સર્કલ ઇલેક્ટ્રોમેગ્નેટિક, સિલિકૉન ડાઇઓક્સાઇડ પર ચઢીને એક પ્રકારની ખાસ અસર પેદા કરે છે, તેના કારણે તેના નીચે આવેલી જમીનને ઠંડક મળે છે. LED, કૉમ્પ્યુટર કે ઇલેક્ટ્રૉનિક ડિવાઇસ આની અસર નીચે આવીને ઠંડા થઇ જાય છે. આમ આ ભૌતિક સિદ્ધાંત કામ કરે છે.
- જ્યૉર્જિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેકનોલૉજીના રિસર્ચર, બારાટુડેએ આ વિષય પર ઉંડી શોધ કરી છે અને તેનો એક વીડિયો પણ યુટ્યૂબ પર અપલૉડ કર્યો છે.
- વીડિયોમા બતાવવામાં આવ્યું છે કે, આ રેતી, ઇલેક્ટ્રૉનિક ડિવાઇસ માટે ઇન્સ્યુલેટરની જેમ કામ કરે છે અને તેને હીટ થવાથી બચાવે છે. આમ થવાથી તેની કાર્યપ્રણાલી અને લાઇફ પણ વધી જાય છે. આ શોધને હાલમાં જ એક જર્નલમાં પણ પ્રકાશિત કરવામાં આવી ચૂકી છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો