તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવે લાઇનની ઝંઝટ થશે ખતમ, રિલાયન્સ સીધુ તમારા ઘરે પહોંચાડશે Jio 4G સિમ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગેજેટ ડેસ્કઃ રિલાયન્સ Jio 4G સિમ લેવા માટે હવે યૂઝર્સને તકલીફ નહીં પડે, સમાચાર એવા છે કે, કંપની ટુંકસમયમાં જ સિમ લેવા ઓનલાઇન પોર્ટલ શરૂ કરવાની છે. જોકે, કંપની આ વિશે હજુ સુધી કોઇ સત્તાવાર નિવેદન નથી આપ્યું. સોર્સનુ માનીએ તો યૂઝર્સને બહુજલ્દી આનો લાભ મળશે.
* સીધુ ઘરે પહોંચશે Jio 4G સિમ

ખરેખર, ટેલિકૉમ ટૉકના રિપોર્ટ અનુસાર, રિલાયન્સ Jio ટુંકસમયમાં જ એવુ ઓનલાઇન પોર્ટલ શરૂ કરશે, જ્યાંથી યૂઝર્સને આસાનીથી સિમ મળી જાય. એટલે કે જેને માર્કેટમાંથી સિમ નથી મળ્યુ તે આસાનીથી સિમ લઇ શકશે. રિપોર્ટ અનુસાર, યૂઝર્સ જેવુ સિમ બુક કરાવશે તેના 5-7 દિવસની અંદર આપેલા એડ્રેસ પર સિમ પહોંચાડી દેવામાં આવશે.
* 31 ડિસેમ્બર સુધી ફ્રી છે બધી સર્વિસ

રિલાયન્સ Jio 4G સિમની પૉપ્યૂલારિટી એટલા માટે પણ છે કે, કંપની 31 ડિસેમ્બર સુધી બધી સર્વિસ ફ્રીમાં આપી રહી છે, જેમાં અનલિમીટેડ વૉઇસ કૉલ, વીડિયો કૉલ, SMS, MMS વગેરે. જોકે, ત્યારબાદ યૂઝર્સને ફક્ત ડેટા માટે જ પેમેન્ટ કરવુ પડશે અને વૉઇસ કૉલ લાઇફટાઇમ ફ્રી રહેશે.
આગળની સ્લાઇડ્સમાં જાણો યૂઝર ક્યાં-ક્યાંથી લઇ શકશે Jio 4G સિમ...
અન્ય સમાચારો પણ છે...