ફોનમાંથી ભૂલથી Delete થઇ જાય Data, તો આ 5 Stepથી મેળવો પાછો

ભૂલથી ડિલીટ થઇ ગયેલા ડેટાને આ રીતે મેળવી શકાય છે પાછો, એક સૉફ્ટવેર ડાઉનલૉડ કરી આ કામ કરી શકાય છે

divyabhaskar.com | Updated - Aug 20, 2017, 12:06 AM
Tips: Recover Deleted Photos From Memory Card
ગેજેટ ડેસ્કઃ કેટલીકવાર ભૂલથી યૂઝર્સના કામના ફોટા ફોનમાંથી ડિલીટ થઇ જાય છે. અથવા તો કોઇ વાયરસ આવી જવાથી તે કરપ્ટ થઇ જાય છે. આવું ઘણા યૂઝર્સની સાથે બને પણ છે પણ આ વાતથી ગભરાવવાની જરૂર નથી. આવા ડિલીટ થઇ ગયેલા ફોટાઓને તમે સરળતાથી રિકવર કરી શકો છો આ માટે તમારે ઇન્ટરનેટ પરથી ફક્ત એક સોફ્ટવેરને ડાઉનલોડ કરવું પડશે.
ફોટો લૉકેશનઃ ફોન મેમરી કે મેમરી કાર્ડ
ફોટાને રિકવર કરવા માટે સૌથી પહેલા તમારે એ વસ્તુની તપાસ કરવી પડશે કે ડિલીટ થયેલા ફોટાઓ ક્યાં હતા ફોન મેમેરીમાં કે મેમરી કાર્ડમાં. આ વાતનો ખ્યાલ લગાવવા માટે ફોટાના સેવિંગ લોકેશનનો ઉપયોગ કરી શકો છો. આમાં બ્લૂટૂથથી કે બીજી કોઇ એપ્સથી લીધેલા ફોટાનું પણ સેવિંગ લોકેશન તમે જાણી શકો છો.
ડાઉનલોડ કર્યા પછીઃ તમારે કૉમ્પ્યુટરમાં મેમરી કાર્ડનો આખો બેકઅપ લઇ લેવો પડશે. કેમકે રિકવર દરમિયાન કાર્ડમાંથી કોઇ ફાઇલ કરપ્ટ ના થઇ જાય એટલા માટે આમ કરવું જરૂરી છે.
ફોન મેમરીનો ઉપયોગ ના કરવો જોઇએ
જો ફોટા ફોન મેમરીમાં સેવ થઇ રહ્યા હોય તો નવા ફોટા ના પાડવા જોઇએ, કેમેકે ડિલીટ થયેલા ફોટાને ઓપરેટિંગ સિસ્ટમ હાઇડ કરી દે છે અને નવા ફોટાઓ તેની જગ્યાએ આવી જાય છે. આમ થવાથી ડિલીટ થયેલા ફોટાઓ પરમેનન્ટ ડિલીટ થઇ જાય છે. અંતે ડિલીટ થયેલા ફાટાઓને રિકવર કરવા ખુબ મુશ્કેલી બની જાય છે.
નોટઃ મેમરી કાર્ડમાંથી ડિલીટ થયેલા ફોટાને મેમરી કાર્ડ હાઇડ કરી દે છે જે યૂઝર્સને દેખાતા નથી. આવા સમયે જો મેમરી કાર્ડ ફોર્મેટ કરી દેવામાં આવે તો ડિલીટ થયેલા ફોટાનો બેકએપ લેવો અઘરો બને છે.
આગળની સ્લાઇડ્સમાં જાણો ફોનમાંથી ડિલીટ થયેલા ફોટાઓની રિકવરીની સરળ ટિપ્સ...

Tips: Recover Deleted Photos From Memory Card
રિક્વરી સોફ્ટવેર 
 
ફોનમાંથી ફોટોઝને રિકવર કરવા માટે તમારે એડિશનલ ફોટો રિકવરી સોફ્ટવેરની જરૂર પડે છે. જોકે, તમે રૂટ ફાઇલમાં જઇને પણ આ ફોટાઓને રિકવર કરી શકો છો પણ આવું કામ ખાસકરીને પ્રોફેશનલ પ્રોગ્રામર સારી રીતે કરી શકે છે, કારણ કે આના માટે ટેકનિકલી નૉલેજ હોવું ખુબ જરૂરી છે. સરળ ટિપ્સ તરીકે થર્ડ પાર્ટી સોફ્ટવેરનો ઉપયોગ સારો રહે છે અને આ માટે લોકો Asoftech Photo Recovery સોફ્ટવેરનો વધુ ઉપયોગ કરે છે.
Tips: Recover Deleted Photos From Memory Card
સોફ્ટવેર ડાઉનલોડ કરો 
 
Asoftech Photo Recovery સોફ્ટવેરને યૂઝર્સ http://www.asoftech.com/apr/ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકે છે. આ સોફ્ટવેર ડાઉનલોડ કર્યા પછી મેમરી કાર્ડને કાર્ડ રીડરની મદદથી કૉમ્પ્યુટરમાં કનેક્ટ કરો. આ સોફ્ટવેર FAT 12, FAT 16, FAT 32 અને NTFS ફાઇલ સિસ્ટમ પર કામ કરે છે. વિન્ડોઝના કોઇ પણ વર્ઝન પર આ સોફ્ટવેર સરળતાથી કામ કરે છે. 
Tips: Recover Deleted Photos From Memory Card
ઓટો સ્કેનિંગ સ્ટાર્ટ 
 
જો તમારે મેમરી કાર્ડ ઉપરાંત ફોન મેમરીમાંથી ફોટોઝને રિકવર કરવા હોય તો તેને પણ કૉમ્પ્યુટરમાં યુએસબી કેબલની મદદથી કનેક્ટ કરો. મેમરી કાર્ડ ડ્રાઇવ G અથવા તો Hના નામથી કૉમ્પ્યુટરમાં દેખાશે. આટલુ કર્યા પછી Asoftech Photo Recovery સોફ્ટવેરને રન કરો પ્રોગ્રામ રન થતાની સાથે જ કૉમ્પ્યુટરમાંથી મેમરી કાર્ડને સિલેક્ટ કરો. પ્રોગ્રામ ઓટો સ્કેનિંગ સ્ટાર્ટ કરી દેશે. 
Tips: Recover Deleted Photos From Memory Card
ફોટાની રિકવરી 
સોફ્ટવેર ફોન કે મેમરી કાર્ડને આખેઆખું સ્કેન કરશે અને પછી ડિલીટ થયેલા ફોટાઓનું લિસ્ટ દેખાડશે. ફોટાની સાથે ફાઇલનું નામ અને તેની સાઇઝ પણ દેખાશે. હવે જે ફોટાને રિકવર કરવા હોય તેને પર 'Recover' ઓપ્શનને સિલેક્ટ કરી દો. આમ કરવાથી ડિલીટ થયેલા ફોટાઓની રિકવરી શરૂ થઇ જશે. આમ કરવાથી આ બધા ફોટાઓ મેમરી કાર્ડમાં પાછા સેવ થઇ જશે.
X
Tips: Recover Deleted Photos From Memory Card
Tips: Recover Deleted Photos From Memory Card
Tips: Recover Deleted Photos From Memory Card
Tips: Recover Deleted Photos From Memory Card
Tips: Recover Deleted Photos From Memory Card
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App