• Gujarati News
  • Pre Booking For The Apple IPhone 6 Series Will Start In India From October 7

ભારતમાં શરૂ થઇ આઇફોન 6 અને 6+ની પ્રી બુકિંગ, જાણો કઇ મોડલની કિંમત કેટલી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(આઇફોન 6ના 16 GB વેરિએંટનું પ્રી બુકિંગ ફ્લિપકાર્ટ પર શરૂ)

નવી દિલ્હી:
એપલના લેટેસ્ટ સ્માર્ટફોન આઇફોન 6 અને આઇફોન 6+ની ભારતમાં પ્રી બુકિંગ આજથી શરૂ કરી દેવામાં આવી છે. એપલે આ માટે એક નિવેદન આપતાં જણાવ્યું છે કે આઇફોન 6 અને આઇફોન 6+ને ભારતમાં 17 ઓક્ટોબરથી લાવવામાં આવશે. ફોન્સને એપલના અધિકારીક રિસેલર્સની મદદથી આપવામાં આવશે, અહીં આપને જણાવી દેવામાં આવી રહ્યુ છે કે અમેરિકામાં ફોન લોન્ચ સમયે ફોનની લોન્ચની તારીખ 17 ઓક્ટોબર બતાવવામાં આવી હતી, ત્યારબાદ તેમાં અનેક બદલાવ પણ આવ્યા હતા. હાલમાં ડીલર્સની માંગને માન્ય રાખીને ફોનને દિવાળીના શુભ અવસરે લોન્ચ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
ભારતમાં શરૂ થઇ પ્રી બુકિંગ
એપલના આઇફોન 6ની પ્રી બુકિંગ શરૂ થઇ ચૂકી છે. આ ફોનને કમિંગ સૂનના ટાઇટલની સાથે લિસ્ટ કરી દેવામાં આવ્યો છે. ઇંગ્રામ વેબસાઇટ પર તેને પ્રી રજિસ્ટર કરાવવા અલગ અલગ શહેરોના ડીલર્સના નંબર આપવામાં આવ્યા છે. આ સિવાય ફ્લિપકાર્ટ પર પણ આઇફોન 6 પ્રી ઓર્ડરને માટે આવી ચૂક્યો છે. ફ્લિપકાર્ટના આઇફોન 6 ને 16 જીબી વેરિએંટમાં 53500રૂ.માં લિસ્ટ કરી દેવામાં આવ્યો છે. આ ફોનને રાશિ રિટેલર્સની સાઇટ પર પણ પ્રી બુકિંગ માટે લાવી દેવામાં આવ્યો છે. તેમાં દરેક રિટેલર્સના નંબર પણ આપવામાં આવ્યા છે.

ત્રણ સ્ટોરેજ વર્ઝનમાં iPhone 6 અને iPhone 6+

આ સ્માર્ટફોન્સને ત્રણ સ્ટોરેજ કેપેસિટીમાં લોન્ચ કરવામાં આવશે. તેમાં 16 જીબી, 64 જીબી અને 128 જીબીનો સમાવેશ કરવામાં આવે છે. બંને મોડલમાં 8 એમપી કેમેરા અને 1.2 એમપી ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યા છે. કંપનીના કહેવા પ્રમાણે બંને ફોન 2જી, 3જી અને 4જીને સપોર્ટ કરે છે. iPhone 6ની સ્ક્રીન સાઇઝ 4.7 ઇંચની અને જાડાઇ 6.9 એમએમની રાખવામાં આવી છે, તો iPhone 6+ની ડિસ્પ્લે સાઇઝ 5.5 ઇંચની છે. આ ફોનની જાડાઇ 7.1 ઇંચની રાખવામાં આવી છે.
મોડલ અને કિંમત

* આઇફોન 6 (16 GB મેમરી વેરિએંટ)- 53500 રૂ.
* આઇફોન 6 (64 GB મેમરી વેરિએંટ)- 62,500 રૂ.
* આઇફોન 6 (128 GB મેમરી વેરિએંટ)- 71,500 રૂ.
* આઇફોન 6 પ્લસ (16 GB મેમરી વેરિએંટ)- 62,500 રૂ.
* આઇફોન 6 પ્લસ (64 GB મેમરી વેરિએંટ)- 71,500 રૂ.
* આઇફોન 6 પ્લસ (128 GB મેમરી વેરિએંટ)- 80,500 રૂ.

આગળની સ્લાઇડમાં જુઓ ફીચર્સની રીતે આઇફોન 6 અને આઇફોન 6+નો રિવ્યૂ