એન્ડ્રોઇડ અને iOS યુઝર્સ માટે Playboyએ લોન્ચ કરી નવી App

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગેજેટ ડેસ્કઃ પ્લેબોય મેગેઝિને યુઝર્સ માટે એક નવી એપ લોન્ચ કરી છે. આ એપનુ નામ 'Safe for work' છે. એન્ડ્રોઇડ ગૂગલ પ્લે સ્ટોર પરથી અને iOS યુઝર્સ એપલ સ્ટોર પરથી આ
એપ ડાઉનલોડ કરી શકે છે. આ એપની મદદથી લાઇફસ્ટાઇલ અને સલ્ચરને લગતી જાગરૂકતા પેદા કરવાના ઉપદેશ્યથી ડેવલપ કરવામાં આવી છે. આ એપને ગૂગલ પ્લે સ્ટોર પરથી
ફ્રિમાં ડાઉનલોડ કરી શકાય છે.
આ એપની મદદથી મેગેઝિનને રિડર્સ સારી રીતે વાંચી શકશે. 'Safe for work' એપની મદદથી યુઝર્સ વર્લ્ડ ક્લાસ બ્યુટિઝના ફોટોઝ જોઇ શકો છો. સાથે સાથે તેમના વિશે તમે જાણકારી
પણ મેળવી શકો છો. આ ઉપરાંત એપ યુઝર્સને પ્લેબોય મેગેઝિનની ઇવેન્ટ્સ, ફોટોઝ, અને અન્ય એક્ટિવિટીઝ વિશે જાણકારી આપે છે. તમને જણાવી દઇએ કે આ એપ ફ્રિમાં ડાઉનલોડ
કરી શકાય છે પરંતુ જો તમારે ગેલેરીઝ અને આર્ટિકલ્સ ડિટેલ્ડમાં જોવા કે વાચંવા હોય તો તમારે રૂપિયા ખર્ચવા પડશે.
અત્યાર સુધીમાં ગૂગલ સ્ટોર પર આ એપને 5,266 રિવ્યુ મળ્યા છે. 'Safe for work' એપની સાઇઝ 9.7 MB છે. ફક્ત 3 દિવસમાં 5 લાખથી વધારે લોકોએ આ એપને પોતાના
સ્માર્ટફોનમાં ડાઉનલોજ કરી છે. જો તમે પણ આ એપને તમારા સ્માર્ટફોનમાં ડાઉનલોડ કરવા માંગતા હોવ તો તમારો સ્માર્ટફોન એન્ડ્રોઇડ 2.3 કે તેનીથી ઉપરની ઓપરેટિંગ સિસ્ટમ પર
કામ કરતો હોવો જરૂરી છે. 'Safe for work' એપને યુઝર્સે 3.6 રેટિંગ્સ આપ્યા છે.
આગળની સ્લાઇડમાં ક્લિક કરો અને જુઓ એપ સબંધિત તસવીરો...