તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

Pakનો દાવોઃ વિશ્વમાં સૌથી પહેલા લોન્ચ કરીશું 5G, 1 સેકન્ડમાં 1 GB ડાઉનલોડ થશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લાહોરઃ પાકિસ્તાન ટૂંક સમયમાં જ 5G ટેકનોલોજી લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યું છે. પાકિસ્તાની મિનિસ્ટર અહસાન ઈકબાલે દાવો કર્યો છે કે, વિશ્વમાં સૌપ્રથમ આ ટેકનોલોજી પાકિસ્તાનમાં આવશે. જેનાથી 1 સેકન્ડમાં 1 GB ડાઉનલોડ કરી શકાશે.
પાક.ના મંત્રીએ કર્યો દાવો

- પાક.ના પ્લાનિંગ, ડેવલ્પમેન્ટ અને રિફોર્મ મિનિસ્ટર અહસાન ઈકબાલે જણાવ્યું કે,‘જે લોકો 3G/4G નો ઉપયોગ કરી રહ્યાં છે તેઓ એડવાન્સ ટેકનોલોજી વાપરી શકશે. અમે ટૂંક સમયમાં આ ટેકનોલોજી લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યાં છીએ.’
- આ પહેલા પાક.ની આઈટી રાજ્ય મંત્રી અનુષા રહમાને કહ્યું હતું કે, પાક. 2020 સુધીમાં 5G ટેકનોલોજી લોન્ચ કરી દેશે. જોકે ઈકબાલે અનુષાએ જણાવેલા સમયથી વહેલા આ યોજના લોન્ચ કરવાનો દાવો કર્યો છે.
આવી હશે 5G ટેકનોલોજી

- 5Gમાં 1 GB 1 સેકન્ડમાં ડાઉનલોડ થશે. ટ્રાયલ દરમિયાન 10 GB 1 સેકન્ડમાં ડાઉનલોડ થશે.
- 800 એમબીની એક મૂવી 4G પર 8 મિનિટમાં ડાઉનલોડ થાય છે, જે 5Gમાં 1 સેકન્ડમાં ડાઉનલોડ થશે.
- 4G LTE નેટવર્ક કરતા 5G નેટવર્ક 50 ગણું વધુ ઝડપી હશે.
- હાલ 5G લોન્ચ કરનારા તમામ દેશોની યાદી જાહેર નથી થઈ. જોકે 5G સૌથી પહેલા લોન્ચ કરી શકનારા દેશોમાં દ.કોરિયા સૌથી આગળ છે. આ સાથે યુએસ અને જાપાન પણ તેમાં આગળ વધી શકે છે.
- વર્લ્ડ બેંક અનુસાર, 5G સ્પીડમાં 10 ટકા વધારાથી 1.3 ટકા આર્થિક ગ્રોથ જોવા મળશે. ગ્લોબલ જીડીપી 1 ટ્રિલિયન ડોલર સુઘી વધશે.
- સેમસંગ, ફ્યૂજિત્સુ, નોકિયા, ઈન્ટેલ અને ઈરિક્શન જેવી કંપનીઓ 5G ટેકનોલોજી પર કામ કરી રહી છે.
ભારતમાં ક્યારે

- ટેલિકોમ સેક્રેટરી જેએસ દીપકે જણાવ્યું હતું કે, વિશ્વમાં 5G ટેકનોલોજીનું આગમન થશે તો તે ભારતમાં પણ આવી જશે. તેમાં 3G અને 4G જેટલું મોડું નહીં થાય.
- ઉલ્લેખનીય છે કે, ભારતમાં 2G વિશ્વમાં આવ્યાના 25 વર્ષ પછી, 3G 10 વર્ષ પછી અને 4G 4-5 વર્ષ બાદ આવ્યું છે.
- 5Gનો પ્રારંભ વિશ્વના મોટાદેશોમાં 2018માં થઈ શકે છે, આ માટે ભારત હાલ તેની આશા જ રાખી શકે છે.
ક્યાં આવશે સૌથી પહેલા 5G, તમામ દેશોમાં અત્યારથી સ્પર્ધા

- 2018ના વિંટર ઓલિમ્પિક સમયે દ.કોરિયાની મોબાઈલ ઓપરેટર કંપની તેનું ટ્રાયલ કરી શકે છે.
- યુએસમાં વેરિઝોન વાયરલેસ 5G નેટવર્કની ટેસ્ટિંગ 2017થી કરી શકે છે.
(આગળની સ્લાઈડ્માં જુઓ સંબંધિત તસવીર..............)
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો