• Gujarati News
  • Oppo Launches R7 And R7 Plus Smartphones With 13MP Camera

3GB રેમ અને મેટાલિક બોડી સાથે Oppoએ લોન્ચ કર્યા બે હાઇએન્ડ સ્માર્ટફોન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગેજેટ ડેસ્કઃ ચીની સ્માર્ટફોન મેકર કંપની ઓપ્પોએ પોતાના બે નવા સ્માર્ટફોન લોન્ચ કર્યા. ચીનના બેઝિંગ ખાતે યોજાયેલ એક ઇવેન્ટમાં ઓપ્પોએ બન્ને સ્માર્ટફોન્સ ઓપ્પો R7 અને R7 પ્લસને લોન્ચ કર્યા છે. આ ફોનની કિંમત કંપનીએ 2499 ચીની યુઆન (લગભગ 25700 રૂપિયા) અને 2999 ચીની યુઆન (લગભગ 30900) રૂપિયા રાખી છે. આ બન્ને સ્માર્ટફોન ચીની ઇરિટેલર JD.com પર ઉપલબ્ધ છે. જો કે કંપનીએ આ ફોનના ગ્લોબલી લોન્ચ વિશે કોઇ જાણકારી નથી આપી.
શુ છે ખાસિયત-
આ બન્ને સ્માર્ટફોન 3GB રેમ સાથે આવે છે. આ ઉપરાંત ડિઝાઇનિંગ મામલે ફોનમાં મેટાલિક બોડી સાથે ગ્લાસ કવર ફ્રંટ પેનલ આપવામાં આવી છે. બન્ને સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ વર્ડન અને સ્ક્રિન સાઇઝમાં ફેરફાર છે. આ ઉપરાંત બન્ને સ્માર્ટફોન્સની બેટરી સ્ટોરેજ કેપેસિટી અને વાઇ-ફાઇ કનેક્ટિવિટી ફિચર્સ પણ અલગ અલગ છે. ઓપ્પો R7 માં ત્રણ કેપેસિટિવ કી (key) આપવામાં આવી છે. મેન, હોમ અને બેક બટન, જ્યારે ઓપ્પો R7 પ્લસમાં ઓન સ્ક્રિન બટન આપવામાં આવ્યા છે.
આગળની સ્લાઇડમાં ક્લિક કરો અને જાણો બન્ને સ્માર્ટફોન્સના ફિચર્સ વિશે...