તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આઇફોન જેણે બનાવ્યો તે સ્ટીવ જોબ્સ તેના બાળકોને ફોન અડવા પણ નહોતો દેતો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગેઝેટ ડેસ્ક: મોટા ભાગના વિશ્વમાં બાળકોથી લઇ બુઢ્ઢાઓને ઘેલું લગાડનાર iPhone સ્ટીવ જોબ્સના ભેજાની પેદાશ છે. એપલના કો ફાઉન્ડર સ્ટીવ જોબ્સનો પત્રકારો સાથે પણ પનારો પડતો. કાં તો પત્રકારની પીઠ થાબડે, અથવા સમજાવે કે તેઓ ક્યાં ખોટા છે. ન્યૂયોર્ક ટાઇમ્સમાં ટેક્નોલોજી વિષય પર લખતા પત્રકાર નિક બિલ્ટનને પણ ઘણી વખત સ્ટીવનું ભાષણ સાંભળવું પડતું. 2010ની આ વાત છે. આઇપેડમાં કંઇક લોચા લબાચા હશે તે મુદ્દે બિલ્ટને લખ્યું હતું અને જોબ્સે તેને સૌમ્ય ભાષામાં સમજાવીને એક રીતે ખખડાવવાનું શરૂ કર્યું હતું. નિક બિલ્ટને એ વાત સાંભળીને નવાઈ લાગી હતી કે જોબ્સના બાળકો માટે તેમના જ ગેજેટ્સ વાપરવા પર પ્રતિબંધ હતો.
બંને વચ્ચે કંઈક આવી વાતચીત થઈ
''તો તમારા બાળકો તો આઇપેડને ભરપૂર પ્રેમ કરતા હશે નહીં? '' જોબ્સનું ભાષણ સાંભળીને વિષયને બદલવા બિલ્ટને વચ્ચે તીર ફેંક્યું. આ સમયે એપલનું પહેલું ટેબલેટ માર્કેટમાં આવ્યું હતું. આ સવાલના જવાબમાં સ્ટીવ જોબ્સે કહ્યું, ''તેમણે એ વાપર્યું જ નથી. અમારા બાળકો ઘરે ટેક્નોલોજીનો કેટલો ઉપયોગ કરશે, તે ખૂબજ નિયંત્રિત છે.''
અવાક થયેલા બિલ્ટનના ચહેરા પર થોડીવાર શાંતિ પથરાઇ ગઇ. તેને કંઇ સમજાયું જ નહીં. તેણે વિચાર્યું હતું કે સ્ટીવનું ઘર કોઇ સ્વર્ગથી કમ નહીં હોય. દિવાલો મોટી ટચ સ્ક્રીન હશે અને ડાઇનીંગ ટેબલ આઇપેડની ટાઇલ્સમાંથી બન્યું હશે. મહેમાનોને તો ચોકલેટની જેમ આઇપોડ મળતા હશે. જોકે એવું બિલકુલ હતુ નહીં. જોબ્સના કહેવા પ્રમાણે , તેનાથી સાવ નજીક પણ નહીં.

ટેક્નોલોજીના બીજા ખેરખાંઓના બાળકો માટે પણ ગેઝેટ માટે NO
પછી બિલ્ટન નીકળ્યો મિશન પર અને બીજા ટેક્નોલોજીના મોટા માથાઓને મળ્યો. તેમણે પણ સ્ટીવ જોબ્સ જેવીજ વાત કહી. બાળકો માટે હીટલરની જેમ સખત નિયંત્રણો લાદી દેવામાં આવ્યા હતા. સ્કુલના સમયે ગેઝેટનો ઉપયોગ બંધ અને ટાઇમ ફિક્સ. વિકેન્ડમાં અમુક સમયે જ તેનો ઉપયોગ થાય તે અનુસાર ટાઇમ ટેબલ નિર્ધારિત થઇ ગયા હતા. બિલ્ટન માટે આ આશ્વર્યજનક બાબત હતી. કારણ કે સામાન્ય રીતે કોઇ પેરેન્ટ તેનાથી વિપરિત કરે. દિવસ રાત બાળકો કોમ્પ્યુટર અને સ્માર્ટફોનમાં ડૂબકી મારીને પડ્યાં રહેતા હોય તોય તેમને વાંધો નથી હોતો. જોકે, ટેક કંપનીના સીઇઓ કંઇક એવું જાણતા હતા, જે આપણે જાણતા નથી.

આગળ વાંચો તેઓ શું જાણતા હતા ? બીજા સીઇઓએ શું કહ્યુ, અને જોબ્સના સંતાનો ગેઝેટ ઉપયગ કરવાની જગ્યાએ શું કરતા હતા..
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો