ઇન્ટરનેટનો સ્માર્ટ ઉપયોગ કરવા માટે નવું Nokia Life+

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નોકિયાએ આજે નોકિયા આશા સ્માર્ટફોન યુઝર્સ માટે વધુ પ્રમાણમં ડિજીટલ કન્ટેન્ટ પુરું પાડવા માટે નોકિયા લાઇફ પ્લસ સર્વિસ શરૂ કરી છે. નોકિયા લાઇફ પ્લસ એવું વેબ એપ્લિકેશન છે જે નોકિયા ફોન યુઝર્સને એજ્યુકેશન, હેલ્થ અને ઇન્ફોટેઇનમેન્ટ જેવા વિષયો પર મૂલ્યવાન માહિતી પુરી પાડે છે. નોકિયા લાઇફ પ્લસ લોકોને પ્રાથમિક માહિતીથી આગળ લઇ જઇને વેબનાં વધુ સમૃદ્ધ ઉપયોગ સુધી દોરી જશે. લોકો મનોરંજન ઉપરાંતની માહિતી પણ મેળવીને પોતાની જિંદગીમાં મૂલ્ય વૃદ્ધિ કરી શકશે. નોકિયા લાઇફ પ્લસ 18 દેશોમાં વેબ એપ્લિકેશન તરીકે પ્રાપ્ય બનશે. તેને નોકિયા સ્ટોર પરથી કે એક્સપ્રેસ બ્રાઉઝર પર ડાઉનલોડ કરી શકાશે. લાઇફ પ્લસ હાલમાં બે સર્વિસ- લાઇફ સ્કીલ્સ અને લીવ હેલ્ધી સાથે અંગ્રેજીમાં ઉપલબ્ધ છે. વધુ સેવાઓ આગામી મહિનાઓમાં ઉમેરવામાં આવશે. Nokia Life+ અને નોકિયા આશા 308 અને આશા 309 તેમજ નોકિયાનાં બધી શ્રેણીનાં ફોનમાં પ્રાપ્ય બનશે, તેમ નોકિયા લાઇફનાં વાઇસ પ્રેસીડેન્ટ અને ગ્લોબલ હેડ જવાહર કાન્જીલાલે જણાવ્યું હતું. આ વર્ષના અંત સુધીમાં નોકિયા લાઇફ પ્લસનું સ્થાનિક વર્ઝન ભારત, ચીન અને ઇન્ડોનેશિયામાં સ્થાનિક મોબાઇલ ઇન્ટરનેટ અનુભવ સાથે પ્રાપ્ય બનશે. નોકિયા લાઇફ પ્લસ માટે કન્ટેન્ટ પૂરા પાડનારાઓમાં રીડર ડાયજેસ્ટ, ફાઉન્ડેશન ફોર સોશિયલ ચેન્જ, એફકેયુજીએમ, Detik.com, સિટા સિન્ટા, ગેડિસ, ગામાટેક્નો, સિગ્મા, અયાહબુન્દા, મેડિસન રિસર્ચ, ઇનેબલએમ, સિના અને આઇમિડીયાનો સમાવેશ થાય છે.
Related Articles:
નોકિયાએ સ્માર્ટ ઇન્ટરનેટ યુઝ માટે લોન્ચ કર્યા બે નવા ફોન
ફીચરથી લદાયેલો આ બજેટ સ્માર્ટફોન આવતીકાલથી ખરીદી શકશો
સ્માર્ટફોન પર ઉજવો ગણેશ ચતુર્થી, કરો ગણેશની પૂજા
HTCએ બે સ્માર્ટફોન લોન્ચ કરી એપલ, સેમસંગને ફેંક્યો પડકાર
મોટોરોલાએ લોન્ચ કર્યો સૌથી ઝડપી પ્રોસેસરવાળો સ્માર્ટફોન
વોઇસ કમાન્ડથી તસવીર લેતો સ્માર્ટફોન થયો લોન્ચ
સેમસંગનો ચેટ માટે ખાસ \'ડ્યુઅલ કીપેડ\' સ્માર્ટફોન હવે ભારતમાં
સસ્તો અને સ્ટાઇલિશ સ્માર્ટફોન ખરીદવો છે? આ રહ્યા વિકલ્પો
નોકિયા માટે આશાસ્પદ હાઇ એન્ડ લૂમિયા 900 આવ્યો ભારતમાં