નોકિયા લાવી રહી છે બે લાખ રૂપિયાથી વધુ કિંમતનો સ્માર્ટફોન

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નોકિયા પોતાની આશા રેન્જ અને સસ્તા ફીચર ફોન જેવા ઓછી કિંમતનાં અને મજબૂત ડિવાઇસ માટે જાણીતી છે. પણ જો અટકળોને માની લઇએ તો નોકિયા એક લક્ઝરી ફોન પર કામ કરી રહી છે.

નોકિયાએ એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલતા લક્ઝરી ફોનને બનાવવા માટે વર્ચ્યુ સાથે હિસ્સેદારી નોંધાવી છે. આ ફોનની કિંમત બે લાખ રૂપિયાથી વધારે હશે.

જાપાનીઝ બ્લોગ, બ્લોક ઓફ મોબાઇલનાં એક અહેવાલ પ્રમાણે આ લક્ઝરી હેન્ડસેટ એન્ડ્રોઇડ 4.0 આઇસ ક્રીમ સેન્ડવિચ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલશે. કોન્સ્ટેલેશન Ti કે વર્ચ્યુ Ti નું નામ ધરાવતા આ લક્ઝરી ફોનમાં 1.5 ગીગાહર્ટઝનું ક્વોલકોમ MSM8260 સ્નેપડ્રેગન ડ્યુઅલ કોર પ્રોસેસર તેમજ 1250 એમએએચની બેટરી હશે. કનેક્ટિવિટી માટે ફોનમાં Wi-Fi, NFC અને Bluetooth 4.0 હશે.

Unwired Viewનાં એક અહેવાલ પ્રમાણે આ ફોનનો મોડેલ નંબર RM-828V હશે, જે નોકિયાનાં લેટેસ્ટ લુમિયા 920 (RM-820 અને RM-822) અને લુમિયા 820 (RM-824 અને RM-826)ને મળતો આવે છે.

આ મહિનાનાં છેલ્લા સપ્તાહે યોજાનારી મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ 2013 ખાતે આ ફોનની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. તેની કિંમત 3000 યુરો (આશરે 2.20 લાખ રૂપિયા) રહેવાની શક્યતા છે.

[Image: Vertu Ti; Image source: Blog of Mobile]