તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Jio Will Launches Free Wi Fi Plan To College Students

Jio કરશે હવે આ નવો ધમાકો, 3 કરોડ લોકોને આ રીતે આપશે Free Wi-Fi

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગેજેટ ડેસ્કઃ રિલાયન્સ જિઓ માર્કેટમાં આવવાની સાથે જ અન્ય કંપનીઓની ઊંઘ ઉડી ગઇ છે, હવે કંપનીએ વધુ એક નવો પ્લાન ઓફર કર્યો છે જે અંતર્ગત લગભગ 3 કરોડ સ્ટૂડન્ટ્સને ફ્રી Wi-Fi આપવાની યોજના છે. 
 
#38 હજાર કૉલેજોમાં ફ્રી Wi-Fi 
જિઓ દેશભરની 38 હજાર કૉલેજોમાં ફ્રી Wi-Fi આપવા માગે છે, કંપનીનો આ પ્લાન MHRD મિનિસ્ટ્રીને આપ્યો છે, ઇન્ટરનેટ પ્રૉવાઇડ કરાવવાના અવેજમાં કંપની મિનિસ્ટ્રીને લગતી કોઇ ચાર્જ નહીં લે.
 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આનુ પહેલું પ્રેઝન્ટેશન પણ મિનિસ્ટ્રીમાં થઇ ચૂક્યું છે, જોકે હજુ સુધી મંત્રાલય તરફથી કોઇ ફાઇનલ ડિસીઝન નથી લેવામાં આવ્યું. સરકાર પણ આ પહેલા કૉલેજમાં ફ્રી વાઇફાઇ આપવાની જાહેરાત કરી ચૂકી છે. 
 
#ઓનલાઇન સ્ટડી કરી શકાશે
કૉલેજોમાં ફ્રીમાં વાઇ-ફાઇમાં આપવા પાછળનું ધ્યેય સ્ટૂડન્ટ્સને ઓનલાઇન એજ્યૂકેશન ફેસિલિટી અવેલેબલ કરાવવાનો છે. મંત્રાલયએ પોતાના નામે એક ઓનલાઇન પોર્ટલ શરૂ કર્યું છે, તેમાં ફ્રીમાં એજ્યૂકેશન મટેરિયલ સ્ટૂડન્ટ્સને ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. 
 
#પહેલીવાર કોઇ ટેલિકૉમ કંપનીએ આપ્યો આવો પ્રસ્તાવ 
પહેલીવાર કોઇ ટેલિકૉમ કંપનીએ સરકારને આ રીતનો પ્રસ્તાવ મોકલ્યો છે, પણ સરકાર ઇચ્છે છે કે બધાને બરાબર મોકો મળે, એટલા માટે ટેન્ડર બહાર પાડવામાં આવશે. જેથી આખી પ્રૉસેસ નિષ્પક્ષ અને પારદર્શી રહે. સત્તાવાર રીતે કંપની કે સરકાર બન્ને પક્ષથી કોઇ નિવેદન નથી આવ્યું, પણ સંભાવના છે કે આ યોજના આ વર્ષે જ શરૂ થશે. 
 
આ યૂનિવર્સિટીઝને મળશે ફ્રી ઇન્ટરનેટ, જુઓ આગળની સ્લાઇડ્સમાં...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો