લિનોવો ટેબથી લઇને ડેલ લેપટોપ સુધી બજારમાં આવ્યા કેટલાય નવા ગેજેટ્સ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગેજેટ્સ અપડેટવિનકોમ 360 મેગા હોમ થિયેટર કિંમત 2299 રૂપિયા
વિનકોમના આ નવા હેંડસેટમાં 6.6 ઇંચની સ્ક્રીન આપવામાં આવી છે. સાથે જ 16 જીબી ની એક્સ્પાંડેબલ મેમરી આપવામાં આવી છે જેના દ્વારા કાર્ડ સ્લોટ પણ ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. ફોનમાં ૩ જીપી રેકોર્ડીંગ ફોર્મેટ ઉપલબ્ધ કરવામાં આવ્યું છે જે એમપી 4 પ્લેબેક ને પણ સપોર્ટ કરે છે.360 મેગા હોમ થીયેટરમાં 40 ચેનલનીં સાથે એફએમ રેડિયોનો વિકલ્પ પણ છે સાથે જ આમાં એએમઆર,એડબ્લ્યુએવી ફોર્મેટમાં ગીતો પણ રેકોર્ડીંગ કરી શકાય છે.

ફ્રીકોમ ની મોબાઈલ હાર્ડડ્રાઈવ કિંમત- 5000 રૂપિયા
આ મોબાઈલ હાર્ડડ્રાઈવ એસકયુ ની ખાસ વાત છે કે જોવામાં જેટલી આકર્ષક છે એટલી જ ઝડપથી કામ પણ કરે છે. જૂની હાર્ડડ્રાઈવથી તુલના કરીએ તો એમાં 3.૦ નું ઇન્ટરફેસ આપવામાં આવ્યું છે જેનાથી દેતા ઝડપથી ટ્રાન્સફર થાય છે. એમાં 2.5 ઈંચનું સાટા ડ્રાઈવ લગાવામાં આવ્યું છે જે અવાજ ઓછો કરે છે. આ હાર્ડડ્રાઈવની સ્ટોરેજ ક્ષમતા 500 જીબી અને 1 ટેરાબાઈટની છે. એની સાથે બે વર્ષની ઇન્ટરનેશનલ વોરંટી પણ આપવામાં આવે છે.

લીનોવો આઈડીયા ટેબ એસ 2109 કિંમત 19400 રૂપિયા
સ્લીમ અને યુનીબોડી ડીઝાઇનની સાથે લીનોવો આઈડીયા ટેબ એસ 2109 એન્દ્રોઈડ પ્લેટફોર્મથી ઓપરેટ થાય છે. આમાં 9.7 ઈંચનું આઈપીએસ એચડી ડિસ્પ્લે ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. સાથે જ 178 ડીગ્રીનું વ્યુઇન્ગ એન્ગલ પણ આપવામાં આવ્યું છે. આનું રીસોલ્યુંએશન 720 પીક્સલથી 1080 પીક્સલનું છે. એચડી ટીવીથી કનેક્ટ કરવા માટે એચડીએમઆઈ પોર્ટ પણ આપવામાં આવ્યું છે. એમાં 1 જીબીની સીસ્ટમ મેમરી આપવામાં આવી છે.એસર એમ્પાયર ટાઈમલાઈન એમ3 અલ્ટ્રાબુક કિંમત 51,999 રૂપિયા
આ 15 ઇંચના ડિવાઇસમાં સેકેંટ જનરેશન ઇન્ટેલ કોર પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એના સિવાય એનવિડીયા જીફોર્સ જીટી640એમ જીપીયુ નો ઉપયોગ કરવામાં આવ્યો છે. આની બેટરીથી તમે વગર કોઈ મુશ્કેલીએ 8 કલાક સુધી ઉપયોગ કરી શકશો.આ બધા સિવાય આમાં અલ્ટ્રાબુકમાં એસર ઇન્સ્ટન્ટ ઓન, એસર ઓલવેજ કનેક્ટ, ડોલ્બી હોમ થીયેટર વી૪ જેવા ફીચર પણ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે જે આને વધારે યુઝર ફ્રેન્ડલી બનાવે છે.

ડેલ લેટીટ્યુડ ઇ સીરીઝ કિંમત નક્કી નથી
ડેલના લેપટોપની આ લેટેસ્ટ સીરીઝમાં 12.5 ઇંચના વેરીયંટમાં લેપટોપ ઉપલબ્ધ કરવામાં આવે છે. લાંબી બેટરી લાઈફના કારણે આ સીરીઝના લેપટોપ પ્રોફેશનલ લોકો માટે યોગ્ય છે. આ નોટબુકમાં ખાસ કરીને બીઝનેસમેન માટે વી-પ્રો સીસ્ટમ મેનેજમેન્ટ લગાવામાં આવ્યું છે. એનાથી ટ્રાવેલિંગ વખતે પણ તમારા બિઝનેસનું સંચાલન કરવામાં એમને મદદ મળશે. આમાં વાયરલેસ કનેકટીવીટી માટે પણ ઘણા વિકલ્પ આપવામાં આવ્યા છે.

Related Articles:
દુનિયાને બદલવા માટે ટેકનોલોજીની પાંચ અજાયબી
ફેસબુક પ્રાઇવસી પર કરો વોટિંગ
ફેસબુક કેમેરોઃ આ છે માર્કેટમાં લોન્ચ થયેલા 5 લેટેસ્ટ ગેજેટ્સ