તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લૉન્ચ થયો દુનિયાનો પહેલો Deca-core પ્રોસેસરવાળો ફોન, કરી શકાશે એકસાથે 10 કામ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગેજેટ ડેસ્કઃ ચીનની સ્માર્ટફોન મેકર Zoppoએ બાર્સિલોનાની MWC 2016 ઇવેન્ટમાં દુનિયાનો પહેલો Deca-core પ્રોસેસર પર રન થવાવાળો સ્માર્ટફોન Speed 8 લૉન્ચ કર્યો છે. આ ફોનમાં યૂઝર્સ એકસાથે દસ પ્રકારના કામો કરી શકશે. કંપનીએ આ સાથે Speed 7C સ્માર્ટફોન પણ લૉન્ચ કર્યો છે, પણ બન્ને ફોનની કિંમત વિશે કોઇ માહિતી શેર કરી નથી.
* શું છે Deca-core પ્રોસેસર

- પ્રોસેસરને ફોનનું CPU ગણવામાં આવે છે, આ પ્રોસેસર જેટલું વધારે હોય ફોન તેટલો ફાસ્ટ કામ કરી શકે છે. સ્પીડમાં વધારો થાય છે અને ફોનની હેન્ગ થવાની સમસ્યા રહેતી નથી.
- Deca-core પ્રોસેસર એટલે, યૂઝર એક જ સમયમાં 10 અલગ-અલગ પ્રકારના કામો કરી શકે છે.
- માર્કેટમાં અત્યારે સૌથી દમદાર પ્રોસેસર ઓક્ટા-કૉર છે, જે એકસમયમાં 8 અલગ-અલગ કામ કામ કરી શકે છે.
- 64-બિટ પ્રોસેસર એટલે, ફોનમાં જે પ્રોસેસર યૂઝ કરવામાં આવ્યુ છે તે વધારે રેમ, વધારે મેમરી અને બેસ્ટ કેમેરા ફિચર્સને સપોર્ટ કરી શકે છે. તેને 64-બિટ પ્રોસેસર કહેવાય છે.
* શું છે ખાસ ફિચર્સ

- Zoppoના Speed 8 સ્માર્ટફોનમાં મીડિયાટેક કંપનીનું Deca-core Helio X20 પ્રોસેસર છે.
- Speed 8 સ્માર્ટફોનમાં સોની IMX 230 સેન્સર અને LED ફ્લેશ છે.
- Speed 8ની બેક પેનલમાં ફિંગરપ્રિન્ટ સેન્સર છે.
- Speed 7C લાકડીના બેટરી કવર સાથે આવશે.
- બન્ને સ્માર્ટફોન ડ્યુલ સિમ સપોર્ટ કરશે.
આગળની સ્લાઇડ્સમાં વાંચો... Zoppo Speed 8 અને Zoppo Speed 7cના ફિચર્સ...
અન્ય સમાચારો પણ છે...